સુરત,
તા.1પ: સુરતમાં રાજસ્થાનથી એમડી ડ્રગ્સ ડિલિવરી કરવા આવેલા બે પેડલરને ક્રાઈમ બ્રાંચ
પોલીસે બાબતમી આધારે ગોડાદરા વિસ્તારની હોટલમાં દરોડો પાડી રપ.ર9 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ
સાથે પકડી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી
માહિતી મુજબ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે ગોડાદરા વિસ્તારમાં આવેલા મીડાસ સ્કવેર
કોમ્પલેક્સની ઓયો હોટલમાં દરોડો પાડી બે પેડલરો આકિબ જોવદખાન સલીમ જાવેદખાન, દિનેશ
જોધારામ જાટની ધરપકડ કરી તપાસ કરતા તેમની પાસેથી ગેરકાયદેસર માદક પદાર્થ રપ.ર9 ગ્રામ
એમડી ડ્રગ્સ સહિત કુલ 2,87,900 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં બન્ને આરોપીઓ એમડી ડ્રગ્સના છૂટક વેચાણ માટે જ સુરત આવ્યા
હોવાનું સામે આવ્યું છે. પોલીસ બન્ને આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે, તેઓ
બન્ને રાજસ્થાનના પાલી જિલ્લાના મારવાડ જંક્શન રહેવાસી છે. તથા આ એમડી ડ્રગ્સનો જથ્થો
તેમણે રાજસ્થાનના પાલી જિલ્લાના ચોપડાનો રહેવાસી રાજુ બિશ્નોઈ નામના શખસ પાસેથી ખદીદ્યો
હતો. એટલે કે, રાજસ્થાનથી ડ્રગ્સની ખરીદી કરીને તેને સુરતમાં યુવાનોને વેચવાની ફીરાકમાં
હતા. જેના આધારે પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ ગુનો નેંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
છે.