યુક્રેન યુદ્ધ રોકવા રૂસ પર આર્થિક પ્રતિબંધોમાં ભારતીય કંપની નાયરાનેય ચપેટમાં લીધી
નવી
દિલ્હી, તા. 16 : બ્રિટને રશિયા સામે આર્થિક પગલાં વધુ કડક કરતાં મોટો ફેંસલો લીધો
છે. આ વખતે નિશાને માત્ર રૂસ નહીં, પરંતુ ભારત અને ચીનની પણ કેટલીક તેલ કંપનીઓ છે.
બ્રિટિશ
સરકારે યુક્રેન સાથે યુદ્ધનાં કારણે રશિયા પર નવા આર્થિક પ્રતિબંધ મૂક્યા છે, જેની
સૌથી પરેશાન કરતી વાત એ છે કે, તેમાં ભારતની મોટી ઊર્જા કંપની નાયરા એનર્જીનું પણ નામ
છે. નાયરા રૂસ પાસેથી જંગી માત્રામાં તેલની ખરીદી કરે છે. આ ફેંસલો એવા સમયે આવ્યો
છે, જ્યારે બ્રિટિશ વડાપ્રધાન સ્ટાર્મર તાજેતરમાં જ ભારત પ્રવાસેથી પરત ફર્યા છે.
ભારતની
નાયરા એનર્જીએ વીતેલાં વર્ષે રશિયા પાસેથી 10 કરોડ બેરલ તેલની ખરીદી કરી હતી, જે વિક્રમસર્જક
હતી.
આ તેલની
કિંમત પાંચ અબજ ડોલર એટલે કે, લગભગ 41 હજાર કરોડ રૂપિયા થાય છે. બ્રિટનની સરકારે નારાજગી
સાથે કહ્યું હતું કે, જંગી તેલ ખરીદી કરીને ભારત રશિયાના હાથ મજબૂત કરે છે.
સ્ટાર્મર
સરકારનું માનવું છે કે, તેલ ખરીદીથી રશિયાને યુક્રેન સામે યુદ્ધ જારી રાખવા માટે આર્થિક
તાકાત મળી રહી છે.