• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

70-80% વસ્તીમાં વિટામિન-ડીની ઉણપ

પૂરતો સૂર્યપ્રકાશ છતાં હાલત ચિંતાજનક : બાળકોથી વૃદ્ધો સુધી સમસ્યા

નવી દિલ્હી, તા.16 : ભારતમાં વિટામિન ડીની ઉણપ ઝડપથી વધી રહી છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકમાં આ સમસ્યા જોવા મળી રહી છે. હાડકાના સ્વાસ્થ્ય માટે જરૂરી આ વિટામિનના અભાવને કારણે લોકો નાની ઉંમરે હાડકાના દુખાવા અને સંધિવા જેવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે.

આરોગ્ય નિષ્ણાતો કહે છે કે ભારત જેવા દેશમાં જ્યાં દરેક ઋતુમાં પુષ્કળ સૂર્યપ્રકાશ હોય છે ત્યાં પણ લગભગ 70-80% વસ્તીમાં વિટામિન ડીની ઉણપ ચિંતાનો વિષય છે. જો આને સમયસર દૂર કરવામાં ન આવે તો આવનારા દાયકાઓમાં દેશની મોટી વસ્તીને સંધિવા અને નબળી રોગપ્રતિકારક શક્તિ સહિત વિવિધ રોગોનું જોખમ હોઈ શકે છે. નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ન્યુટ્રિશનના અહેવાલ મુજબ ભારતમાં 50%થી વધુ મહિલાઓ અને વૃદ્ધ લોકો ઓસ્ટીયોપોરોસિસથી પીડાય છે જેનું એક મુખ્ય કારણ વિટામિન ડીની ઉણપ હોઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ) અનુસાર 30-50 નેનોગ્રામ/મિલિલિટરનું વિટામિન ડી સ્તર સામાન્ય માનવામાં આવે છે. ભારતમાં આ સ્તર સામાન્ય રીતે 0.5 નેનોગ્રામ/મિલિલીટર જેટલું ઓછું જોવા મળે છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે શહેરી જીવનશૈલી, ઘરની અંદર અને કામ પર વધુ સમય વિતાવવો, સનક્રીનનો વધુ પડતો ઉપયોગ અને પોષણની ઉણપ મુખ્ય કારણો છે. મોટાભાગના લોકો આખો દિવસ ઓફિસમાં હોવાથીસૂર્યપ્રકાશના સંપર્કથી વંચિત રહે છે જે આ વિટામિનનો સૌથી મહત્ત્વપૂર્ણ સ્ત્રોત છે. 

ઇ-પેપરના નવા શુલ્ક