• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

રોહિત-વિરાટનો ઓસ્ટ્રેલિયાનો આખરી પ્રવાસ હશે : કમિન્સ

મેલબોર્ન, તા.1પ: ભારત સામેની લિમિટેડ ઓવર્સની સિરીઝની તૈયારીમાં ઓસ્ટ્રેલિયા ટીમ વ્યસ્ત છે. આ સિરીઝમાં 3 વન ડે અને પ ટી-20 મેચ રમવાના છે. જેની શરૂઆત 19 ઓક્ટોબરથી પ્રથમ વન ડેથી થશે. આ શ્રેણી એટલા માટે મહત્ત્વની છે કે ભારતના બે દિગ્ગજ રોહિત શર્મા અને વિરાટ કોહલી મેદાનમાં જોવા મળશે.

ઓસ્ટ્રેલિયાના કપ્તાન અને આ શ્રેણીમાં ઇજાને લીધે બહાર રહેનાર પેટ કમિન્સનું માનવું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીનો આ આખરી ઓસ્ટ્રેલિયા પ્રવાસ બની રહેશે.  તેણે એક મુલાકાતમાં જણાવ્યું કે વિરાટ-રોહિત પાછલા 1પ વર્ષથી લગભગ દરેક ભારતીય ટીમના હિસ્સા રહ્યા છે. તેમને રમતા જોવાનો ઓસ્ટ્રેલિયાના દર્શકો માટે આ આખરી મોકો હશે. તેઓ ભારત માટે નિશ્ચિતરૂપે ચેમ્પિયન ખેલાડી છે.

ભારત સામેની વન ડે શ્રેણી ગુમાવવા પર કમિન્સે કહ્યંy હું ઘણો નિરાશ છું. ભારત સામે ભરચક સ્ટેડિયમમાં રમવાનો મોકો ગુમાવીશ.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક