• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

હર્ષિત રાણાના પિતા પસંદગીકાર નહીં, યોગ્યતાના આધારે ટીમમાં : ગંભીર

વિરાટ અને રોહિતના ભવિષ્ય વિશે પણ જવાબ આપ્યા

નવી દિલ્હી તા.14: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ઝડપી બોલર હર્ષિત રાણાને ઓસ્ટ્રેલિયા પ્રવાસની ભારતીય ટીમમાં પસંદગી પર સવાલ ઉઠાવનાર કે. શ્રીકાંત પર પલટવાર કરતા કહ્યંy છે કે એક 23 વર્ષીય ખેલાડીને નિશાન બનાવવો શરમજનક છે. શ્રીકાંતે તેની યૂ-ટયૂબ ચેનલ પર કહ્યંy કે હર્ષિત રાણા ફકત કોચ ગંભીરની મહેરબાનીથી ટીમમાં છે. તે ગંભીરની જી-હજુરી કરે છે એટલે ટીમમાં છે.

હવે આ મામલે આજે વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી જીત પછીની પત્રકાર પરિષદમાં કોચ ગંભીરે જણાવ્યું કે આ વાત શરમજનક છે. કોઇ વ્યકિત પોતાની યૂ-ટયૂબ ચેનલ ચલાવવા માટે 23 વર્ષના એક ખેલાડીને નિશાન બનાવી રહ્યો છે. આપ જો મને નિશાન બનાવવા માંગતા હો તો બનાવો, પણ આ યુવા ખેલાડીઓને નિશાન ન બનાવો. ગંભીરે કહ્યંy રાણાના પિતા પસંદગીકાર નથી. તેણે પોતાની યોગ્યતાના આધારે ટીમમાં જગ્યા બનાવી છે.

આ પત્રકાર પરિષદ દરમિયાન કોચ ગંભીરે વિરાટ કોહલી અને રોહિત શર્માના ભવિષ્ય વિશે પણ વાત કરી હતી.  જે બન્ને ટેસ્ટ અને ટી-20માંથી નિવૃત્તિ લઇ ચૂકયા છે. ગંભીરે કહ્યું પ0 ઓવરનો વિશ્વ કપ અઢી વર્ષ પછી છે. સૌથી વધુ જરૂરી એ છે કે વર્તમાન પર ધ્યાન આપીએ. કોહલી અને શર્મા બન્ને અનુભવી ખેલાડી છે અને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં તેમનો અનુભવ ટીમને ઘણો કામ આવશે. સ્પષ્ટ રૂપે બન્ને કવોલીટી ખેલાડી છે. આશા છે કે બન્ને સફળ પ્રવાસ કરશે. મહત્વનું એ છે કે પ્રવાસમાં ટીમને સફળતા મળે.

ઇ-પેપરના નવા શુલ્ક