• શનિવાર, 13 એપ્રિલ, 2024

ભારતમાં ગરીબી ઘટીને 5 ટકાથી ઓછી : નીતિ આયોગ સીઇઓ

નવીદિલ્હી, તા.26: નીતિ આયોગના સીઇઓ બીવીઆર સુબ્રહ્મણ્યમે નવા ઘરેલુ વપરાશ અને ખર્ચનાં સર્વેક્ષણનો હવાલો આપીને દાવો કર્યો છે કે, ભારતમાં ગરીબી પ ટકાથી નીચે આવી ગઈ છે. દેશ પ્રગતિ કરી રહ્યો છે.

ઓગસ્ટ 2022 અને જુલાઈ 2023 વચ્ચે કરવામાં આવેલા સર્વેક્ષણમાં જોવા મળે છે કે, ભારત સરકાર દ્વારા લાગુ ગરીબી ઉન્મૂલનના ઉપાયો કારગત સાબિત થઈ રહ્યાં છે. સુબ્રહ્મણ્યમે કહ્યું હતું કે, ઘરેલુ ખપત ઉપર સર્વેક્ષણનો ડેટા ગરીબી ઉન્મૂલનની પહેલની સફળતાનું મૂલ્યાંકન કરવા માટે એક મહત્ત્વપૂર્ણ માપદંડ છે.

સુબ્રહ્મણ્યમે આગળ કહ્યું હતું કે, ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ખપત અઢી ગણી વધી છે. આ આંકડાઓ કહે છે કે, દેશમાં ગરીબીનું સ્તર પ ટકા કે તેનાથી ઓછું હોઈ શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

લીલિયાના કુતાણા ગામે પત્નીની કોદાળીનો ઘા ઝીંકી હત્યા કરતો પતિ પૈસાના મામલે બન્ને વચ્ચે ઝઘડો થતાં બોથર્ડ પદાર્થનો ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું April 13, Sat, 2024