પોલીસે ફિલ્મીઢબે પીછો કરી રાજસ્થાનના બે શખસોને રૂ.7.72 લાખના દારૂ સાથે દબોચી લીધા
જેતપુર,
તા.25: જેતપુર તાલુકા પોલીસને એક કાર શંકાસ્પદ હાલતમાં દેવકી ગાલોર ગામ તરફથી આવે છે
તેમ માહિતી મળતા પોલીસ ચાંપરાજપુર ગામે પાસે વોચમાં હતા ત્યાં કાર આવતા તેને ઉભો રહેવાનો ઇશારો કરતા કાર ઉભી ન રહી અને પોલીસ પર કાર ચડાવવાનો
પ્રયાસ કરી ભાગવા જતા એક મોટર સાઇકલને અડફેટે લઇ કાર રસ્તા નીચે ઉતરી બંધ પડી જતા પોલીસે
કારમાં સવારે બે શખસોને રાઉન્ડઅપ કરી. રૂ.7,71 લાખના દારૂ સાથે પોલીસે બંને શખસોની
ધરપકડ કરી હતી.
તાલુકા
પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે દેવકી ગાલોર ગામ પાસેથી એક કિયા કાર પુરપાટ ઝડપમાં શંકાસ્પદ હાલતમાં જેતપુર તરફ આવી
રહી છે. તેવી માહિતી મળતા પોલીસે ચાંપરાજપુર ગામે રેલવે ફાટક પાસે જીપ સાથે વોચમાં
હતી. ત્યારે કાર આવતા તેને હાથ ઉચો કરી ઉભા રહેવાનો ઇશારો કરતા કાર ઉભી ન રહી પોલીસ
પર કાર ચડાવવાની કૌશિષ કરતા પોલીસ રસ્તા પરથી હટી ગયા હતા. તે સમયે કાર ભાગવા જતા એક મોટર સાઇકલને અડફેટે લેતા
કાર રસ્તા નીચે ઉતરી ગઇ હતી અને કાર બંધ પડી જતા પોલીસે દોડીને તુરંત જ કારમાં સવાર
બે લોકોને રાઉન્ડઅપ કરી લીધા ફિલ્મી સ્ટાઇલે પોલીસે કારનો પીછો કર્યા જેવો નજારો તેમજ
કારે અકસ્માત સર્જાતા ત્યાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં.
જેથી
પોલીસ રાઉન્ડઅપ કરેલ બંને શખસો અને કારને પોલીસ સ્ટેશને લાવી ચેક કરતા કારમાંથી જુદા
જુદા બ્રાંડની નાની મોટી અંગ્રેજી દારૂની 2244 બોટલ કિંમત રૂપિયા 7,71,600ની મળી આવી
હતી. જેથી પોલીસે રાઉન્ડઅપ કરેલા બન્ને શખસોનું નામ પૂછતાં દિનેશકુમાર ભેરારામજી બિશનોઇ
અને વિરરામ હેનુમનારામ ચૌધરી (રહે. બંને રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને
શખસો વિરૂધ્ધ પોલીસની હત્યાનો પ્રયાસ તેમજ પ્રોહિબિશન એકટની જુદી જુદી કલમ હેઠળ ગુનો
નોંધી બંનેની ધરપકડ કરી હતી.