પરિવારજનો સુરત લગ્ન પ્રસંગમાં ગયા ને તસ્કરો હાથ ફેરો કરી ગયા
તળાજા,
તા.25 : તળાજા નજીકનાં વેળાવદર ગામના શ્રમિક પરિવાર સુરત ખાતે લગ્નમાં ગયો હતો ત્યારે
તેના બંધ મકાનનાં તાળાં તોડી તસ્કરો રોકડ અને ઘરેણા મળી કુલ રૂ.1,62,000/-ની માલમતા
ચોરી કરી જતાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
વેળાવદર
ગામ રહેતા ભોળાભાઈ ભાયાભાઈ જીંજાળા (ઉં.વ.54)એ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
છે. જેમાં તે પીપરલા રોડ પર રહે છે. તેઓ પરિવાર સાથે મકાનને બંધ કર સુરત લગ્નમાં ગયા
હતા. આજે વહેલી તેઓ પરત ફર્યા ત્યારે ઘરની અંદરનો સામાન વેરવિરેખ જોવા મળ્યો હતો. ઘરમાં
તપાસ કરતા દીકરીએ સાત વર્ષથી બચત કરેલા રોકડા રૂપિયા, ચાંદી અને સોનાના ઘરેણાં મળી
કુલ રૂ.1,62,000/-ની માલમતા ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે યુવકે પોલીસ મથકમાં ફરિયાદ
નોંધાવી હતી.