રાફેલ, સુખોઇ-30ની ગર્જના : ગુજરાત સહિત 17 રાજ્યની 30 ઝાંખી : 10 હજાર વિશેષ અતિથિની હાજરી
નવી દિલ્હી, તા. 25 : ગણતંત્ર
દિવસ નિમિત્તે રાજધાની દિલ્હીના કર્તવ્યપથ પરથી ભારત દેશની તાકાતને દુનિયા જોશે. ફ્લાયપાસ્ટમાં
રાફેલ, સુખોઇ-30 સામેલ થશે. ગણતંત્ર દિવસ સમારોહનું સમાપન ભારતીય વાયુદળ ભવ્ય ફ્લાયપાસ્ટથી
કરશે. આ વખતે વિશેષ સિંદૂર ફોર્મેશનનું પ્રદર્શન કરાશે, જે ઓપરેશન સિંદૂરનાં યુદ્ધવિમાનો
પર આધારિત હશે.
દેશના 77મા ગણતંત્ર દિવસ સમારોહનું
નેતૃત્વ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરશે. પરેડનો પ્રારંભ સવારે 9.30 વાગ્યાથી થશે.
ગુજરાત સહિત 17 રાજ્ય, કેન્દ્ર
શાસિત પ્રદેશોની કુલ 30 ઝાંખી દર્શકોમાં આકર્ષણ જમાવશે.
આ રાષ્ટ્રીય પર્વની પરંપરા પાળતાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર જઇ, શહીદોને શ્રદ્ધાંજલિ સાથે સમારોહની
શરૂઆત કરાવશે.
ત્યારબાદ કર્તવ્યપથ પર પહોંચીને
પરેડનું નિરીક્ષણ કરશે. આ વર્ષે સમારોહમાં લગભગ 10 હજાર વિશેષ અતિથિ સામેલ થશે.
ખાસ કરીને પ્રાકૃતિક ખેતી કરતા
ખેડૂતો, ગગનયાન, ચંદ્રયાન જેવાં મિશનો સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોની ઉપસ્થિતિ રહેશે.