એક આરોપીની ધરપકડ : ગણતંત્ર દિવસ પહેલા પોલીસની મોટી કાર્યવાહી
નાગૌર, તા. 25 : રાજસ્થાનના નાગૌરમાં
ગણતંત્ર દિવસની પહેલા વિસ્ફોટક પદાર્થની તસ્કરી સામે પોલીસે મોટી કાર્યવાહી કરીને હરસૌર
ગામના એક ખેતરમાંથી 9550 કિલો એમોનિયમ નાઈટ્રેટ બરામદ કર્યું હતું. આ મામલે પોલીસે
એક આરોપીની ધરપકડ કરી છે. ડીએસટી નાગૌર અને થાંવલા પોલીસની સંયુક્ત ટીમ દ્વારા આ કાર્યવાહી
કરવામાં આવી હતી.દિલ્હીમાં થયેલા વિસ્ફોટમાં પણ એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો
હતો.
પોલીસ અધીક્ષક મૃદુલ કચ્છાવા
અનુસાર મકાનની તલાશી દરમિયાન કુલ 187 બોરીમાં રાખેલું 9550 કિલો એમોનિયમ નાઈટ્રેટ બરામદ
થયું હતું. આ ઉપરાંત નવ કાર્ટૂન ડેટોનેટર, 12 કાર્ટૂન અને 15 બંડલ વાયરલ, 12 કાર્ટૂન
અને પાંચ બંડલ લાલ વાયર, 1 બોરી ડેટોનેટરી
વગેરે વિસ્ફોટક સામગ્રી પણ બરામદ કરવામાં આવી હતી.
આ મામલામાં આરોપી સુલ્તાન ખાન
દેશવાલીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સામે પહેલા પણ વિસ્ફોટક અધિનિયમ સંબંધિત ત્રણ
મામલા દાખલ થયા છે. પોલીસે આ બનાવમાં વધારે તપાસ શરૂ કરી છે.