• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

જૂનાગઢ : એક કરોડની વ્હેલ માછલીની ઉલટી સાથે શખસ ઝડપાયો

જૂનાગઢ તા.24 : જૂનાગઢ નજીક વિજાપુરના પાટિયા ખાતેથી પોલીસે પાલીતાણાના એક શખ્સને એક કરોડથી વધુ કિંમતની વહેલ માછલીની ઉલટી (ંએમ્બરગ્રીસ) સાથે ઝડપી લઇ ધોરણની કાર્યવાહી હાથ ધરી છે.          

મળતી માહિતી પ્રમાણે એસ.ઓ.જી. સ્ટાફ બિલખા રોડ પર પેટ્રાલિંગમાં હતા, ત્યારે ચોક્કસ બાતમી મળી કે વિજાપુરના પાટીયા પાસે અમૂલ્ય મનાતી વહેલ માછલીની ઉલ્ટી સાથે એક શખ્સ ઉભો છે. આ સાથે એસ.ઓ.જી. પોલીસ ત્યાં દોડી જઈ, હાથમાં સફેદ કલરની થેલી સાથે ઉભેલા શખસની અટક કરી પૂછપરછ કરતા તે પાલીતાણાનો પંકજ નાથાલાલ કુબાવત ઉ.વ.72 હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ શખ્સના હાથમાં રહેલા સફેદ કલરની થેલીની તલાશી લેતા તેમાંથી એક કાળા કલરના ઝબલામાં અનિયમિત કલરના નાના-મોટા સફેદ, પીળા કલરના ટુકડાઓ તથા ભૂક્કો મળી આવ્યો હતો. આ અંગે પૂછપરછ કરતા પંકજ કુબાવતે જણાવ્યું કે વેલ માછલીની ઉલટી છે આ ઉલટી વેચવા માટે ગ્રાહકની શોધમાં નીકળ્યાની કબૂલાત કરી હતી. પોલીસે આ અમૂલ્ય વહેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) એક કિલો અને 25 ગ્રામ જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત એક કરોડ બે લાખ 50 હજાર થાય છે તે કબ્જે કરી આ બનાવની વન વિભાગને જાણ કરતા ડુંગર દક્ષિણ રેન્જએ વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક