ધોરાજી પોલીસે તપાસ હાથ ધરી : મોંઘી ઘડિયાળોના વીડિયો-ફોટા મુકી લોકોને શીશામાં ઉતારતા હતા
ધોરાજી,
તા.25: ધોરાજીમાં સોશ્યલ મીડિયામાં ઈન્સ્ટાગ્રામ પર લક્ઝરી ઘડિયાળોની જાહેરાત મુકી
ગ્રાહકોને છેતરીને રૂપિયા પડાવતા ચાર શખસ વિરૂદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો
ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ધોરાજી
પોલીસે ધોરાજી સુધરાઈ કોલોનીમાં રહેતા સિકંદર સલીમ શેખ, સુફીયાન સલીમ શેખ, દાણાવાલા
ચોકના ઉસ્માન સલીમ કાંગડા અને અહેમદ સલીમ કાંગડા વિરૂદ્ધ સાયબર ક્રાઈમ અંગેનો ગુનો
નોંધ્યો છે. પોલીસ ઈન્સપેક્ટર કે.એસ.ગરચરના જણાવ્યા મુજબ સુત્રધાર ઉસ્માન સલીમ કાંગડા
છેલ્લા દોઢ વર્ષથી ઈન્સ્ટાગ્રામ આઈડી ઈંઈંા_ભવજ્ઞિક્ષજ્ઞ247ા_ઈંઈં એકાઉન્ટ ચલાવતો હતો.
આ એકાઉન્ટમાં 17,100થી વધુ ફોલોઅર્સ બનાવી તેણે લોકોનો વિશ્વાસ જીત્યો હતો. તે મોંઘીદાટ
અને બ્રાન્ડેડ ઘડિયાળોના આકર્ષક વીડિયો મુકી ગ્રાહકોને પોતાની જાળમાં ફસાવતો હતો. ગ્રાહકો
જ્યારે વોટસએપ બિઝનેસ નંબર પર સંપર્ક કરતા ત્યારે તેમને એડવાન્સ પેમેન્ટ ચુકવવા કહેતો
હતો.
આરોપીઓ
એપ દ્વારા નકલી કુરીયર ટ્રેકીંગ આઈડી જનરેટ કરીને મોકલતા હતા. ગ્રાહકને લાગતું કે તેમનું
પાર્સલ રવાના થઈ ગયું છે, એટલે તેઓ નાણા ટ્રાન્સફર કરી દેતા હતા. નાણા મળ્યા બાદ તુરંત
જ ગ્રાહકનો નંબર બ્લોક કરી દેવામાં આવતો હતો. આ કૌભાંડમાં ઉસ્માન અને તેના ભાઈઓ અને
મિત્રોને પણ સામેલ કર્યા હતા. આ વ્યવસ્થા બદલ સાથીદારોને નાણા ઉપાડી આપવા બદલ 20 ટકા
કમિશન મળતું હતું, જ્યારે બાકીના 80 ટકા નાણાં તેઓ ઉસ્માનને રોકડા પહોંચાડતા હતા.
આ ટોળકી
માત્ર છેતરપિંડી જ નહોતી કરતી પરંતુ પુરાવાનો નાશ કરવા માટે અત્યંત સાવધ રહેતી હતી.
સુત્રધાર ઉસ્માન કાંગડા ગ્રાહકોને સીધા પોતાના ખાતામાં નાણા મોકલવાને બદલે તેના સહ
આરોપી ભાઈઓ અને મિત્રોના ખાતાના ક્યુઆર કોડ મોકલતો હતો. તપાસ દરમિયાન પોલીસને આરોપીઓના
મોબાઈલ ગેલેરીમાંથી અનેક ગ્રાહકો સાથેના ચેટીંગના ક્રીનશોટ અને બેંક ડિટેઈલ મળી આવી
છે. આરોપીઓ સાયબર ફ્રોડની રકમ બેંકમાં જમા થયાના ગણતરીના કલાકોમાં જ એટીએમ મારફતે રોકડ
ઉપાડી લેતા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.