• સોમવાર, 26 જાન્યુઆરી, 2026

નાયડુ ટ્રોફીમાં મધ્યપ્રદેશ સામે સૌરાષ્ટ્રનો એક દાવ 11 રને વિજય

રાજકોટ, તા.2પ : કર્નલ સીકે નાયડુ અન્ડર-23 ટૂર્નામેન્ટના મધ્યપ્રદેશ સામેના મેચમાં સૌરાષ્ટ્રનો એક દાવ અને 11 રને વિજય થયો હતો. મધ્યપ્રદેશ ટીમ પહેલા દાવમાં 49.પ ઓવરમાં 129 રને ઓલઆઉટ થઈ હતી. સૌરાષ્ટ્ર તરફથી ચંદ્રરાજ રાઠોડે પ વિકેટ લીધી હતી. આ પછી સૌરાષ્ટ્ર ટીમ પહેલા દાવમાં 294 રન કર્યા હતા. આથી 16પ રનની મોટી સરસાઇ મળી હતી. સૌરાષ્ટ્ર તરફથી દેવાંશ ગારિયાએ 88, ભાગ્યરાજ ચુડાસમાએ પ9 અને નમ્ય ખોયાણીએ પ0 રન કર્યા હતા. એમપી તરફથી સૌમ્યકુમારે પ વિકેટ લીધી હતી. મધ્યપ્રદેશનો બીજા દાવમાં પણ ધબડકો થયો હતો અને 1પ4 રનમાં ઢેર થઈ હતી. આથી સૌરાષ્ટ્ર અન્ડર-23 ટીમનો એક ઇનિંગ અને 11 રને શાનદાર વિજય થયો હતો. સૌરાષ્ટ્ર તરફથી મૌર્ય ઘોઘારીએ પ અને માનવ ચોથાણીએ 4 વિકેટ લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક