• સોમવાર, 26 જાન્યુઆરી, 2026

શુભાંશુ શુક્લા થશે અશોક ચક્રથી સન્માનિત

સ્પેસ સ્ટેશનમાં જઈને રચ્યો હતો ઈતિહાસ : ત્રણ કીર્તિ ચક્ર અને 13 શૌર્ય ચક્રનું પણ એલાન

નવી દિલ્હી, તા. 25 : ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પોતાની યાત્રા અને રહેવા દરમિયાન સ્પેસ પ્રોગ્રામમાં આપેલા યોગદાન માટે ભારતના સર્વોચ્ચ શાંતિકાલીન સૈન્ય સન્માન, અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવશે.

શુભાંશુએ 26 જુન 2025માં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સના ડ્રેગન સ્પેસક્રાક્ટના લોન્ચિંગ બાદ સ્પેસ સ્ટેશનમાં પહોંચીને ઈતિહાસ રચ્યો હતો. તેઓ સ્પેસ સ્ટેશનમાં પગ મુકનારા પહેલા ભારતીય અંતરીક્ષ યાત્રી બન્યા હતા. જ્યારે રાકેશ શર્મા બાદ અંતરીક્ષમાં જનારા બીજા ભારતીય બન્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મૂએ 70 આર્મ્ડ ફોર્સ કર્મચારીઓને વીરતા પુરસ્કાર આપવાની મંજૂરી આપી હતી. જેમાંથી છને આ સન્માન મરણોપરાંત મળશે. જેમાં એક અશોક ચક્ર, ત્રણ કીર્તિ ચક્ર, 13 શૌર્ય ચક્ર, એક બાર ટૂર સેના મેડલ અને 44 સેના મેડલ સામેલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક