હરમનપ્રીત કેપ્ટન, સ્મૃતિ ઉપકેપ્ટન : પ્રતીકા રાવલની વાપસી, વૈષ્ણવી અને કાંતિ ગૌડને પહેલી વખત ટેસ્ટ ટીમમાં જગ્યા મળી
નવી
દિલ્હી, તા. 24 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસે મેજબાન દેશ સામે એક
ટેસ્ટ મેચ રમવાની છે. આ મેચ માટે ભારતીય પસંદગીકર્તાએ 15 સભ્યની ટીમનું એલાન કરી દીધું
છે. આ ચાર દિવસીય ટેસટ મેચ છથી 9 માર્ચ સુધી પર્થના ઐતિહાસિક મેદાનમાં રમાશે.
ટેસ્ટમાં
ભારતીય ટીમની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં હશે જ્યારે સ્મૃતિ મંધાનાને ઉપકેપ્ટન બનાવવામાં
આવી છે. ટીમમાં પ્રતીકા રાવલને પણ સામેલ કરવામાં આવી છે. જે આઇસીસી મહિલા વિશ્વકપ
2025 દરમિયાન ઈજાગ્રસ્ત થઈ હતી. આ ઉપરાંત વૈષ્ણવી શર્મા અને ક્રાંતિ ગૌડને પહેલી વખત
ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે. આ મુકાબલો ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસના અંતિમ તબક્કામાં
રમાશે.
ભારતીય
મહિલા ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ ફેબ્રુઆરીના મધ્યમાં શરૂ થશે. જેમાં પહેલા છ સીમિત
ઓવરના મુકાબલા રમાશે. પ્રવાસની શરૂઆત ત્રણ ટી20 મેચથી થશે. બાદમાં ત્રણ વન ડે રમાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલો ટી20 મેચ 15 ફેબ્રુઆરીના રોજ સિડનીમાં થશે. કુલ મળીને
ટેસ્ટ ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીનું સારું સંતુલન જોવા મળ્યું છે. વિકેટકીપર બેટર
જી. કમલિની ઈજાનાં કારણે પૂરા પ્રવાસમાંથી બહાર થઈ છે. તેની જગ્યાએ ઉમા છેત્રીને સામેલ
કરવામાં આવી છે.
ભારતીય
મહિલા ટીમે છેલ્લો ટેસ્ટ મેચ જૂન 2024માં ચેન્નઈમાં દક્ષિણ આફ્રિકા સામે રમ્યો હતો.
જેમાં ભારતે 10 વિકેટે શાનદાર જીત મેળવી હતી જ્યારે ઓસ્ટ્રેલિયા સામે અંતિમ વખત
2023મા મુંબઈમાં ટેસ્ટ મેચ રમાયો હતો. જેમાં ભારતને આઠ વિકેટે જીત મળી હતી.
ભારતીય
ટેસ્ટ ટીમ : હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (ઉપકેપ્ટન), શેફાલી વર્મા, જેમિમા
રોડ્રીગ્સ, અમનજોત કૌર, ઋચા ઘોષ, ઉમા છેત્રી, પ્રતીકા રાવલ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા,
રેણુકા ઠાકુર, સ્નેહ રાણા, ક્રાંતિ ગૌડ, વૈષ્ણવી શર્મા અને સાયલી સતઘરે