અભિષેક શર્માની માત્ર 14 દડામાં અર્ધસદી: સૂર્યકુમારની પણ આક્રમક અર્ધસદી :
બુમરાહની
3 વિકેટ: ત્રીજા ઝ-20 મેચમાં 154 રનનો વિજય લક્ષ્યાંક ફકત 10 ઓવરમાં હાંસલ કરી 8 વિકેટે
પ્રંચડ વિજય હાંસલ કરતી ટીમ ઇન્ડિયા
ગુવાહાટી
તા.2પ: પહેલા બોલરોના બળુકા દેખાવ અને બાદમાં બેટધરોના શક્તિ પ્રદર્શનથી ન્યુઝીલેન્ડ
સામેના ત્રીજા ટી-20 મેચમાં ભારતનો 8 વિકેટે વિસ્ફોટક વિજય થયો હતો. આથી પ મેચની શ્રેણી
ભારતીય ટીમે 3-0ની અતૂટ સરસાઇથી ગજવે કરી લીધી હતી અને વન ડે શ્રેણીની હારનો કિવિઝ
સામેનો હારનો હિસાબ પણ ચૂકતે કર્યોં હતો. કિવિઝના 9 વિકેટે 1પ3 રનના જવાબમાં ભારતે
ફકત 10 ઓવરમાં 60 દડા બાકી રાખીને 2 વિકેટે 1પપ રન કરી 8 વિકેટે પ્રચંડ વિજય મેળવ્યો
હતો. અભિષેક શર્માએ ભારત તરફથી બીજી ઝડપી અર્ધસદી કરીને 20 દડામાં 7 ચોક્કા અને પ છક્કાથી
અણનમ 68 રન કર્યાં હતા. કપ્તાન સૂર્યકુમારે પણ સતત બીજી અર્ધસદી કરી હતી. તે 26 દડામાં
6 ચોક્કા-3 છક્કાથી પ7 રને નોટઆઉટ રહ્યા હતા. અભિ-સૂર્યાએ મેદાન પર રનની આંધી સર્જીને
ત્રીજી વિકેટની અતૂટ ભાગીદારીમાં 40 દડામાં 102 રન કર્યાં હતા. આથી કિવિઝ ટીમ વેરવિખેર
થઇ ગઇ હતી. અગાઉ બુમરાહે 3 અને હાર્દિક-રવિએ 2-2 વિકેટ લીધી હતી. સંજૂ સેમસન ઇનિંગના
પહેલા દડે ગોલ્ડન ડક થયો હતો. ઇશાન કિશને 28 રનની ઝડપી ઈનિંગ રમી હતી.
અગાઉ
ભારતીય કપ્તાન સૂર્યકુમારે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. કપ્તાનનો આ નિર્ણય યોગ્ય
સાબિત કરીને ભારતીય બોલર્સ પહેલી ઓવરથી જ ત્રાટકયા હતા અને ન્યુઝીલેન્ડ ટીમને 20 ઓવરમાં
9 વિકેટે 1પ3 રને અટકાવી દીધી હતી. કિવિઝ ટીમ તરફથી કોઇ બેટર અર્ધસદી કરી શકયો ન હતો
અને મોટી ભાગીદારી પણ બની ન હતી. ગ્લેન ફિલિપે સર્વાધિક 48 રન 40 દડામાં 6 ચોક્કા અને
1 છક્કાથી બનાવ્યા હતા. જયારે માર્ક ચેપમેને 23 દડામાં 2 ચોક્કા-2 છક્કાથી 32 રનનું
યોગદાન આપ્યું હતું. ન્યુઝીલેન્ડે પહેલી ઓવરમાં ડવેન કોન્વે (1) અને બીજી ઓવરમાં રચિન
રવીન્દ્ર (4)ની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ટિમ સિફર્ટ 12 રને આઉટ થયો હતો. વન ડે
શ્રેણીના રનમશીન ડેરિલ મિચેલ 14, કાઇલ જેમિસન 3, મેટ હેનરી 1 રન કરી પેવેલિયનમાં પાછા
ફર્યાં હતા. ઇશ સોઢી 2 અને જેકોબ ડફી 4 રને નોટઆઉટ રહ્યા હતા. આથી ન્યુઝીલેન્ડ ટીમ
9 વિકેટે 1પ3 રન સુધી પહોંચી શકી હતી.
ભારત
તરફથી બુમરાહે 3 વિકેટ લીધી હતી. હાર્દિક પંડયા અને એક વર્ષ પછી વાપસી કરનાર રવિ બિશ્નોઇને
2-2 વિકેટ મળી હતી. ભારતીય ઇલેવનમાં અર્શદીપ અને વરૂણ ચક્રવર્તીના સ્થાને રવિ બિશ્નોઇ
અને જસપ્રિત બુમરાહને મોકા મળ્યા હતા.