• રવિવાર, 26 જુલાઈ, 2026

ફ્રાન્સ-સ્પેનની આગથી 2.20 લાખ લોકોએ ઘર છોડયું

નવી દિલ્હી, તા. 25 : ફ્રાન્સ અને સ્પેનમાં જંગલની આગે એક મોટા વિસ્તારને ચપેટમાં લીધો છે. ફ્રાન્સના બોરદો વિસ્તારમાં લાગેલી આગથી 19 હજાર હેક્ટરથી વધારે જમીન સળગી ચૂકી છે. ઘણા મકાનને નુકસાન પહોંચ્યું છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવી રહ્યા છે. બીજી તરફ સ્પેનના મેડ્રિડના પશ્ચિમી હિસ્સામાં લાગેલી આગ અન્ય આગ સાથે મળી છે. જેનાથી સરકારે કટોકટી જાહેર કરવી પડી હતી. બન્ને દેશમાં અંદાજિત 2.20 લાખ લોકો પોતાનું ઘર છોડવા મજબૂર થયા છે.

ઇ-પેપરના નવા શુલ્ક