• રવિવાર, 26 જુલાઈ, 2026

મોડાસા : ખેડૂતો સાથે ટ્રેક્ટર ભાડાના નામે કરોડોની ઠગાઈનો પર્દાફાશ

મોડાસા, તા.25:અરવલ્લી જિલ્લાના માલપુર અને મેઘરજ તેમજ દાહોદના ઝાલોદ વિસ્તારમાં ખેડૂતોને ટ્રેક્ટર ઊંચા ભાડે સોલાર કંપનીઓ અને કન્સ્ટ્રક્શન સાઇટ પર મુકાવી આપવાની લાલચ આપી કરાર કર્યા બાદ ટ્રેક્ટર પરત ન આપી અન્ય જગ્યાએ ગીરો મૂકી કરોડોની ઠગાઈ આચરનાર ગેંગનો અરવલ્લી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે અરવલ્લી ઉપરાંત રાજકોટ, જામનગર, જૂનાગઢ અને મધ્યપ્રદેશમાંથી વાહનો શોધી કાઢી કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 20 ટ્રેક્ટર, 10 ટ્રોલી અને 1 ઉંઈઇ સહિત કુલ રૂ. 1,21,75,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કેસમાં પકડાયેલા આરોપીઓમાં વિજયભાઈ રાધાભાઈ, સુનીલભાઈ કાળાભાઈ પરમાર, પ્રવીણભાઈ કનકાભાઈ મસાર, કનુભાઈ જશુભાઈ પાંડોર, વિપુલ ઉર્ફે રાણા ભરવાડ અને કનુભાઈ ઉર્ફે કાલીયો ભરવાડનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય પાંચ આરોપીઓ હજુ ફરાર છે જેમની પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક