નવીદિલ્હી, તા.2પ : નીટ-યુજી પરીક્ષા વિવાદ સામે કોકરોચ જનતા પાર્ટી અને તેનાં સમર્થનમાં દેશભરના છાત્રોના પ્રચંડ વિરોધ અને પ્રદર્શનો બાદ કેન્દ્રીય શિક્ષામંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપતાં રાજકીય નેતાઓ, પક્ષો અને વિવિધ ક્ષેત્રોની જાણીતી હસ્તીઓએ તીવ્ર પ્રતિક્રિયાઓ આપી છે અને આ નિર્ણયને વિદ્યાર્થીઓના આંદોલન અને જનદબાણનું પરિણામ ગણાવ્યું છે, જ્યારે કેટલાકે શિક્ષણ વ્યવસ્થામાં સુધારા, જવાબદારી નક્કી કરવા અને પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શક બનાવવાની માગ પણ કરી છે.
આ રાજીનામું
શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની દિશામાં મોટું પગલું છે, પરંતુ બે મહત્ત્વની માગણીઓ હજુ
બાકી છે.
રાહુલ
ગાંધી (કોંગ્રેસ)
આ કરોડો
યુવાનો, વિદ્યાર્થીઓ અને સંયુક્ત વિપક્ષની જીત છે. હવે વડાપ્રધાને જવાબ આપવો જોઈએ.
મલ્લિકાર્જુન
ખડગે (કોંગ્રેસ)
આ રાજીનામું
નહીં, વિદ્યાર્થીઓના સંઘર્ષની ક્રાંતિ છે.
અખિલેશ
યાદવ (સમાજવાદી પાર્ટી)
દુનિયા
ઝૂકે છે, ઝુકાવનાર જોઈએ. આ લોકશાહી અને વિદ્યાર્થીઓની જીત છે.
અરાવિંદ
કેજરીવાલ
(આમ
આદમી પાર્ટી)
રાજીનામું
સ્વાગતયોગ્ય છે, હવે શિક્ષણ વ્યવસ્થાના મૂળ પ્રશ્નો પર ગંભીર ચર્ચા થવી જોઈએ.
પી.
ચિદમ્બરમ (કોંગ્રેસ)
આ અંત
નહીં, પરંતુ શરૂઆત છે. હવે જવાબદારી નક્કી કરવી, શિક્ષણ સુધારણા અને સંસદમાં વિગતવાર
ચર્ચા જરૂરી છે.
સુપ્રિયા
સુલે
(એનસીપી-એસપી)
28
દિવસના સંઘર્ષે સરકારને નૈતિક જવાબદારી સ્વીકારવા મજબૂર કરી.
શરદ
પવાર
(એનસીપી-એસપી)
વિદ્યાર્થીઓ
અને યુવાનોનાં આંદોલન બાદ રાજીનામું યોગ્ય નિર્ણય છે, હવે દોષિતો સામે પણ કાર્યવાહી
થવી જોઈએ.
માયાવતી
(બહુજન
સમાજ પાર્ટી)
યુવાનોએ
સાબિત કરી દીધું કે સંગઠિત સંઘર્ષ કોઈપણ સરકારને ઝુકાવવાની તાકાત ધરાવે છે.
પ્રકાશ
રાજ (અભિનેતા)