• રવિવાર, 26 જુલાઈ, 2026

હવે થશે મહાયુદ્ધ ? ખાડી દેશોએ શરૂ કર્યા ઈરાન ઉપર સીધા હુમલા

બહેરીન અને કુવૈતે સાઉદીની મદદથી ઈરાન સામે આક્રમણ કર્યુ ચાલુ : ઈરાને કહ્યું, ટ્રમ્પની કોઈપણ ધમકી સામે ઝૂકીશું નહીં

નવીદિલ્હી,તા.2પ: અમેરિકા અને ઈરાનનાં યુદ્ધમાં પહેલીવાર ખાડીનાં દેશો દ્વારા ઈરાન ઉપર સીધું આક્રમણ શરૂ કરી દેવામાં આવ્યું હોય તેવું પહેલીવાર બની રહ્યું છે. જાણવા મળેલી વિગતો અનુસાર અમેરિકાનાં હિતો ઉપર નિશાન સાધવા માટે ઈરાને કરેલા હુમલાઓ બાદ હવે બહેરીન અને કુવૈત તરફથી ઈરાન ઉપર સીધા હુમલા શરૂ કરી નાખવામાં આવ્યાં છે અને હવે આ યુદ્ધ મહાયુદ્ધમાં પલટાવાની ભીતિ વધુ ગાઢ બની છે.

બહેરીન અને કુવૈતનાં આ હુમલામાં સાઉદી અરબ પણ તેણે ગુપ્તચર અને હવાઈ સંરક્ષણ દ્વારા મદદ પૂરી પાડી રહ્યું છે. આ હુમલામાં ઈરાનનાં મિસાઈલ સ્ટોરેજ અને અન્ય સૈન્ય ઠેકાણાઓ ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે.

અત્યાર સુધી એવું જોવા મળ્યું હતું કે, ખાડી દેશો દ્વારા ફક્ત આત્મરક્ષા માટે પ્રયાસો થતાં હતાં અને ઈરાન તરફથી છોડવામાં આવેલી મિસાઈલોને હવામાં નષ્ટ કરવામાં આવતી હતી. આ દેશોએ હજી સધી યુદ્ધમાં સીધું ઝૂકાવ્યું નહોતું. જો કે હવે ઈરાનનાં એકધારા હુમલાઓ પછી આ પાડોશી દેશો પણ યુદ્ધમાં ઉતરી જવાની તૈયારી કરી લીધી દેખાય છે. દરમિયાન અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, વોશિંગ્ટન અને તહેરાન વચ્ચે સંવાદ તો ચાલી રહ્યો છે અને કદાચ મોટા ભીષણ હુમલા કરવાની આવશ્યકતા નહીં પડે. જો કે તેમણે એવું પણ ઉમેર્યુ હતું કે, આમ છતાં અમેરિકા ઈરાન ઉપર કોઈપણ ઘડીએ ત્રાટકવા માટે સજ્જ છે. જેની સામે ઈરાનાં વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું હતું કે, ઈરાન અમેરિકાનાં કોઈપણ દબાણ કે ધમકીઓ સામે બિલકુલ ઝૂકવાનું નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક