• રવિવાર, 26 જુલાઈ, 2026

28 ભારતીય નાવિકો સાથેનાં જહાજ ઉપર ઈરાનનાં જળક્ષેત્રમાં હુમલો ભારતીય દૂતાવાસ સતત ઈરાની અધિકારીઓનાં સંપર્કમાં: તમામ ભારતીયો સુરક્ષિત

નવી દિલ્હી, તા.2પ: અમેરિકા અને ઈરાનનાં યુદ્ધનાં કારણે મધ્યપૂર્વ અને આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગો ઉપર વધતાં સુરક્ષા સંકટ વચ્ચે ભારતને આચકારૂપ ચિંતાજનક ઘટના સામે આવી છે. ઈરાનનાં જળક્ષેત્રમાં મોઝામ્બિકનાં ધ્વજવાળા એક એલપીજી ટેન્કર દિશા ઉપર હુમલો થયો છે. જેમાં 28 ભારતીય નાવિકો સવાર હતાં. જો કે રાહતની વાત એ છે કે, આ તમામ ભારતીયો સલામત છે.

તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા સત્તાવાર નિવેદનમાં આ ઘટનાની જાણકારી અને પુષ્ટિ આપવામાં આવી હતી. દૂતાવાસનાં જણાવ્યા પ્રમાણે શુક્રવારે આઈએમઓ - 8818219 એલપીજી ટેન્કર દિશા ઉપર હુમલો થયા બાદ તાત્કાલિક કૂટનીતિક પગલાંઓ ભરવામાં આવ્યા હતાં.

આગળ જણાવવામાં આવ્યું હતું કે, આ જહાજમાં કુલ 28 ભારતીય ચાલકદળનાં સદસ્યો મોજૂદ હતાં. આ ઘટના પછી ભારતીય દૂતાવાસ સતત ઈરાની અધિકારીઓ સાથે સંપર્કમાં છે. જહાજ ઉપર મોજૂદ તમામ ભારતીય સહીસલામત હોવાનું જાણવા મળેલું છે. ઈરાની પ્રશાસન સાથે મળીને ભારતીય દૂતાવાસ સતત આ લોકોની સુરક્ષા ઉપર નિરીક્ષણ રાખી રહ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક