• શનિવાર, 25 જુલાઈ, 2026

એશિયન ગેમ્સ ક્રિકેટ સ્પર્ધામાં ભારતીય ટીમને સીધો કવાર્ટર ફાઇનલ પ્રવેશ

પુરુષ વિભાગમાં 10 અને મહિલા વિભાગમાં 8 ટીમ ભાગ લેશે

 

નવી દિલ્હ, તા.24: એશિયન ગેમ્સ-2026ની ક્રિકેટ રમતમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગલાદેશની ટીમને સીધી જ કવાર્ટર ફાઇનલમાં એન્ટ્રી મળી છે. જયારે અફઘાનિસ્તાન, હોંગકોંગ, જાપાન, મલેશિયા, નેપાળ અને ઓમાન ટીમ પહેલા રાઉન્ડના મેચ રમશે. જેમાંથી ચાર ટીમ કવાર્ટર ફાઇનલમાં પહોંચશે. આજે એશિયન ગેમ્સની પુરુષ અને મહિલા સ્પર્ધાના શેડયૂલ અને ગ્રુપ જાહેર કરવામાં આવ્યા છે. પુરુષ વર્ગમાં 10 અને મહિલા વર્ગમાં 8 ટીમ એશિયન ગેમ્સનો હિસ્સો બનશે.

મહિલા વર્ગની શરૂઆત સીધી કવાર્ટર ફાઇનલથી થશે. જેમાં ભારતનો સામે જાપાન, બાંગલાદેશ સામે ચીન, શ્રીલંકા સામે મલેશિયા અને પાકિસ્તાન સામે મલેશિયા હશે. મહિલા ક્રિકેટ સ્પર્ધા 17થી 22 સપ્ટેમ્બર દરમિયાન રમાશે.

પુરુષ ક્રિકેટ સ્પર્ધા 24થી 1 ઓકટોબર સુધી ચાલશે. પહેલા રાઉન્ડના એ ગ્રુપમાં અફઘાનિસ્તાન, જાપાન અને નેપાળ હશે. બી ગ્રુપમાં હોંગકોંગ, મલેશિયા અને ઓમન ટીમને સામેલ કરવામાં આવી છે. બન્ને ગ્રુપની ટોચની બે-બે ટીમ કવાર્ટર ફાઇનલમાં પહોંચશે. તેમનો સામનો ભારત સહિત જે 4 ટીમને કવાર્ટર ફાઇનલ પ્રવેશ મળ્યો છે તેમની સામે થશે. તમામ મેચ જાપાનના નાગોયા શહેરમાં ટી-20 ફોર્મેટમાં રમાશે.

2023 એશિયન ગેમ્સમાં ભારતે પુરુષ અને મહિલા વિભાગમાં સુવર્ણ ચંદ્રક જીત્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Top News

સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં મેઘમહેર અમદાવાદ-દક્ષિણ ગુજરાતમાં કહેર વાપી, નવસારી, સુરતમાં જનજીવન પ્રભાવિત, અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ July 25, Sat, 2026