મીડિયા સમક્ષ કથિત રીતે પેલેટ ગનથી ઘાયલ યુવકને રજૂ કર્યો : સરકાર ઉપર ખોટું બોલવાનો આક્ષેપ
નવી દિલ્હી, તા.24: પેપર લીક
મુદ્દે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરતાં છાત્રો ઉપર પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યાનો
આરોપ કોંગ્રેસનાં સાંસદ અને લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીએ લગાવ્યો છે. સાથે
જ રાહુલ ગાંધીએ છાત્રો અને કોંગ્રેસની માગણી દોહરાવતાં કહ્યું હતું કે, અપરાધી શિક્ષા
મંત્રી ધમેન્દ્ર પ્રધાનને પદ ઉપરથી હટવું જ પડશે.
રાહુલે આજે દિલ્હીમાં છાત્રોનાં
વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસનાં બળપ્રયોગમાં પેલેટ ગનનાં ઉપયોગથી ઘાયલ થયેલા એક યુવક
સાહિલને પણ મીડિયા સામે રજૂ કર્યો હતો. રાહુલે કહ્યું હતું કે, આવા સંખ્યાબંધ યુવાનો
સામે બર્બર કાર્યવાહી કરવામાં આવી હતી.
રાહુલે સરકાર ઉપર હુમલો બોલાવતાં
કહ્યું હતું કે, સરકાર પેલેટ ગનનો ઉપયોગ થયાનું નકારી રહી છે પણ જ્યારે આ યુવક દેશનો
તિરંગો લઈને ઉભો હતો ત્યારે પેલેટ ગનનો ઉપયોગ થયો હતો. તેની આંખમાં ઈજા થઈ છે અને તેને
દેખાતું બંધ થયું છે. સરકારે ખોટં બોલવાનું બંધ કરવું પડશે.