પીએમ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે આપ્યા અભિનંદન
નવી
દિલ્હી, તા. 25 : ભારતના ઝંડુ કુમારે કોમવેલ્ટ ગેમ્સ 2026મા પુરુષોના હેવીવેટ પેરા
પાવરલિફ્ટિંગ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ નામે કર્યો હતો. આ સાથે જ ગ્લાસગોમાં ભારતે મેડલ
ટેલીમાં ખાતું પણ ખોલ્યું છે. બે ગ્રુપના મુકાબલામાં ઝંડૂએ 130.9એ બેસ્ટ રિઝલ્ટ સાથે
ગ્રુપ બીમાં ટોપ કર્યું હતું. તેમણે યુગાન્ડાના ડેનિસ મ્બાજીરા અને ઓસ્ટ્રેલિયાના બેન
રાઇટને સરળતાથી પાછળ છોડીને મેડલની દોડમાં જગ્યા બનાવી હતી.
કમ્બાઇન્ડ
સ્ટેન્ડિંગમાં નાઇજીરિયાના રિલુવાન ઈદરીસે 132.8ના અંક સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો
જ્યારે ઇંગ્લેન્ડના 131.0ના પોઇન્ટ સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો. ઝંડુની 130.9ની લિફ્ટ
બ્રોન્ઝ માટે કાફી હતી. પીએમ મોદીએ પણ ઝંડુ કુમારને મેડલ જીતવા ઉપર અભિનંદન પાઠવ્યા
હતા. તેમણે એક્સ ઉપર કહ્યું હતું કે આ ઉપલબ્ધિ તેમની જોરદાર તાકાત, અતુટ સંકલ્પ અને
વર્ષોની મહેનતનું શાનદાર ઉદાહરણ છે.