• શનિવાર, 25 જુલાઈ, 2026

એશિઝ શ્રેણીનો એક ટેસ્ટ ભારતમાં આયોજિત કરવાની યોજના

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો સંકેત

 

નવી દિલ્હી, તા.24: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની એક સદી જૂની પ્રતિષ્ઠિત એશિઝ ટેસ્ટ શ્રેણીનો એકાદ મેચ ભારતની ધરતી પર રમાડવાની યોજના બની રહી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)ના કાર્યકારી અધિકારી ટોડ ગ્રીનબર્ગે આ મતલબનો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું છે કે ભારતના આકર્ષક બજારને જોતા અમે આ મામલે વિચાર કરી શકીએ છીએ. અમે તમામ વિકલ્પ ખુલ્લા રાખ્યા છે. અમારા બીસીસીઆઇ સાથે સારા સંબંધ છે. આ મામલે ઇસીબી (ઇંગ્લેન્ડ ક્રિકેટ) બોર્ડ સાથે પણ વાતચીત થશે. 

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 1882થી એશિઝ ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. પાછલી એશિઝ શ્રેણી ઓસ્ટ્રેલિયામાં રમાઇ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાનો 4-1ના અંતરથી વિજય થયો હતો. હવે 2027માં ઈંગ્લેન્ડની ધરતી પર એશિઝ સિરીઝ રમાવાની છે. આ ટકકરની 1પ0મી વર્ષગાંઠ નિમિતે બન્ને ટીમ આવતા વર્ષે માર્ચમાં મેલબોર્નમાં એક પિન્ક બોલ ટેસ્ટ પણ રમવાની છે.

અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે સીએ દ્વારા હાલમાં બિગ બેશ લીગનો ઓપનિંગ મેચ ભારતમાં ચેન્નાઇ ખાતે આયોજિત કરવાનો નિર્ણય લીધો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Top News

સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં મેઘમહેર અમદાવાદ-દક્ષિણ ગુજરાતમાં કહેર વાપી, નવસારી, સુરતમાં જનજીવન પ્રભાવિત, અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ July 25, Sat, 2026