• શનિવાર, 25 જુલાઈ, 2026

ગિર દેવળીનો યુવાન ગુમ

કોડિનાર, તા.24: કોડિનાર તાલુકાના ગિર દેવળી ગામના 20 વર્ષીય યુવાન દિવ્યેશ ઉર્ફે દિલી રામસીંગભાઈ મેવાડા ગત તારીખ 04/07ના રોજ બપોરે દીવ તરફ જમવાની પાર્ટીમાં જવાનું કહીને નીકળ્યા બાદ પરત ફરતી વખતે તડ ગામ તથા ભીંગરણના ખારા વિસ્તારમાંથી ગુમ થઈ ગયા છે. ઘઉંવર્ણો વાન, 5.3 ફૂટ ઊંચાઈ અને હાથના કાંડા પર ‘ખ.ઉ.ખ.’ ત્રોફાવેલું ધરાવતા આ યુવાનની પરિવારજનો દ્વારા શોધખોળ કર્યા બાદ તેમની માતા ભાવનાબેન દ્વારા તારીખ 11/07 ના રોજ કોડિનાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ યુવાન વિશે કોઈપણ સચોટ માહિતી કે પતો આપનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખી તેને યોગ્ય ઈનામ આપવામાં આવશે, જેથી માહિતી મળ્યે કોડિનાર પોલીસ સ્ટેશન (6359625985) અથવા પી.આઈ. (8000020976) પર તુરંત સંપર્ક કરવા વિનંતી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Top News

સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં મેઘમહેર અમદાવાદ-દક્ષિણ ગુજરાતમાં કહેર વાપી, નવસારી, સુરતમાં જનજીવન પ્રભાવિત, અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ July 25, Sat, 2026