NHAIએ બદલ્યો પુલ, ફલાયઓવર, ટનલની ગણતરી કરવાનો ફોર્મ્યુલા : સંશોધન લાગુ કરવા નિર્દેશ
નવી
દિલ્હી, તા. 25 : રાષ્ટ્રીય રાજમાર્ગ ઉપર મુસાફરી કરતા કરોડો વાહન ચાલકો માટે એક મોટા
અને રાહતના અહેવાલ સામે આવ્યા છે. જેના અનુસાર રસ્તામાં લાંબા પુલ, સુરંગ, ફલાઈ ઓવર
કે એલિવેટેડ રોડ આવે તો પહેલાની સરખામણીએ ઓછો ટોલ ટેક્સ ચૂકવવો પડશે. સડક પરિવહન અને
રાજમાર્ગ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય રાજમાર્ગ શુલ્ક નિયમોમાં સંશોધન કરવામાં આવ્યું
છે. જેને લાગુ કરતા ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણે પોતાના તમામ ક્ષેત્રીય કાર્યાલયને
નવા નિયમો હેઠળ ટોલના દરની સમીક્ષા અને સંશોધન પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ જાહેર
કર્યો છે.
સામાન્ય
રીતે કોઈ પણ હાઇ વે ઉપર પુલ, ટનલ અથવા એલિવેટેડ સ્ટ્રક્ચરનું નિર્માણ કરવું અને તેની
સારસંભાળ રાખવી ખૂબ જ ખર્ચાળ કામ હોય છે. આ જ કારણથી જૂના નિયમો હેઠળ તેની લંબાઈને
10 ગણી માનીને ટોલની ગણના કરવામાં આવતી હતી. ઉદાહરણ તરીકે કોઈ હાઇ વે ઉપર પાંચ કિમી
લાંબી ટનલ કે એલિવેટેડ સ્ટ્રક્ચર હોય તોટોલ લેતા સમયે તેને 50 કિમી લાંબી સડકને બરાબર
માનવામાં આવતું હતું. પહાડી વિસ્તાર, એક્સપ્રેસ વે અને મોટા શહેરી રસ્તામાં ઘણા બ્રિજ
અને એલિવેટેડ હાઇ વે બન્યા છે અને જૂના નિયમોનાં કારણે ટોલનો બોજ સામાન્ય જનતા ઉપર
પડતો હતો. આ સમસ્યાને ઉકેલવા અને ટોલના દરને વ્યવહારિક બનાવવા માટે સરકારે ટોલ સંશોધન
નિયમો જાહેર કર્યા છે.
સંશોધિત
રાષ્ટ્રીય રાજમાર્ગ શુલ્ક નિયમ, 2008 હેઠળ હવે ટોલની ગણના માટે એક પારદર્શક અને સંતુલિત
ફોર્મ્યુલા રજૂ કરવામાં આવ્યો છે. નવાં માપદંડ અનુસાર જે હાઇ વે ઉપર એક અથવા તેનાથી
વધારે બ્રિજ, ટનલ, ફલાયઓવર કે એલિવેટેડ સેક્શન હોય ત્યાં ટોલની ગણના માટે બે રીત અપનાવવામાં
આવશે. પહેલી રીતમાં વિશેષ સંરચના જેમ કે બ્રિજ અથવા ટનલની લંબાઈને 10 ગણી કરી તેને
હાઇ વેના બાકીના સામાન્ય હિસ્સાની લંબાઈ સાથે જોડવામાં આવશે જ્યારે બીજી રીતમાં પૂરા
હાઇ વે સેક્શનની કુલ લંબાઈને પાંચ ગણી કરીને ગણવામાં આવશે.
એનએચએઆઇએ
અનિવાર્ય રૂપથી આ બન્ને ગણતરીમાં જેની દૂરી ઓછી અશે તેના આધારે ટોલ નક્કી કરવો પડશે.
આ ઉપરાંત જે પુલ કે ફલાયઓવરની લંબાઈ 60 મીટર અથવા તેનાથી ઓછી હોય તો તેને અલગ સંરચના
માનવામાં આવશે નહીં અને તેમાં કોઈ વધારાનો નિયમ રહેશે નહીં. જો બન્ને ફોર્મ્યુલાને
સમજવામાં આવે તો અંદાજિત 40 ટકા દૂરી ઓછી થઈ શકે છે. એટલે કે આ હિસાબે ટોલ પણ 40 ટકા
જેટલો ઘટશે. નિયમોમાં સંશોધન લાગુ કરી દેવાયું છે પણ ટોલ પ્લાઝાના પ્રકાર અને આધારના
હિસાબે તેનો ફાયદો વાહન ચાલકોને અલગ અલગ સમયે મળશે.
--------------------
જંક
ફૂડ થશે મોંઘું : હેલ્થ ટેક્સનો પ્રસ્તાવ
બાળકોમાં
મેદસ્વીતાને રોકવા માટે પાંચ સૂત્રનો પ્લાન આપ્યો
નવી
દિલ્હી, તા. 25 : ચિપ્સ, બર્ગર, કોલ્ડ ડ્રિંક્સ અને પેક્ડ નાસ્તાના શોખીન લોકોને ઝટકો
લાગી શકે છે, કારણ કે આ વસ્તુઓ મોંઘી થવાની સંભાવના છે. દેશમાં બાળકોમાં ઝડપથી વધી
રહેલી મેદસ્વીતા અને ડાયાબિટીસને રોકવા માટે આઈસીએમઆર-રાષ્ટ્રીય પોષણ સંસ્થાને જંક
ફૂડ ઉપર વિશેષ સ્વાસ્થ્ય કર લાદવાનો પ્રસ્તાવ આપ્યો છે.
નીતિ
આયોગના સભ્ય ડો. એમ શ્રીનિવાસના રિપોર્ટ અનુસાર ભારતમાં વર્તમાન સમયે 4.1 કરોડ બાળકો
મેદસ્વીપણાનો સામનો કરી રહ્યા છે. અનુમાન છે કે આગામી અમુક વર્ષ બાદ દુનિયાના 11 ટકા
મેદસ્વી બાળકો ભારતમાં હશે. આ સ્થિતિને રોકવા માટે આઈસીએમઆરએ પાંચ સૂત્રની યોજના જાહેર
કરી છે. જેની સીધી અસર એફએમસીજી અને ફૂડ કંપનીઓ ઉપર પડી શકે છે.
આઈસીએમએઆરએ
યોજના રજૂ કરી છે. જેના અનુસાર તમાકુ અને દારૂની જેમ ફેટ, નમક અને સુગર ધરાવતા સામાન
ઉપર ટેક્સ વધશે. જેનો હેતુ જંક ફૂડ મોંઘું કરવાનો અને સ્વસ્થ ભોજન સસ્તું કરવાનો છે.
આ ઉપરાંત કાર્ટૂન કેરેક્ટર અને ભ્રામક ટેગ ધરાવતા વિજ્ઞાપનો ઉપર સખત પ્રતિબંધ, દરેક
પેકેટ ઉપર મોટા અક્ષરમાં શુગર, ફેટ અને નમકની માત્રા લખવી જરૂરી, શાળા અને તેની આસપાસ
જંક ફૂડ વેચવા ઉપર પ્રતિબંધ મુકાશે. વધુમાં આ તમામ પગલા આયુષ્માન ભારત - સ્કુલ હેલ્થ
એન્ડ વેલનેસ પ્રોગ્રામ સાથે જોડવામાં આવશે.
જાગૃતતા
માટે ખાસ કોમિક બુક અને ડિજીટલ પ્લેટફોર્મ બનાવવામાં આવશે. જેમાં બાળકોને મજેદાર રીતથી
બતાવવામાં આવશે કે સ્નેક્સમાં કેટલું સોડિયમ અને ફેટ હોય છે. યુનિસેફ, ડબલ્યુએચઓ અને
એફએસએસએઆઈની ભાગીદારીના આ પ્લાનને લાગુ કરવામાં આવ્યા બાદ ફૂડ કંપનીઓએ પોતાની કિંમત,
પેકેજિંગ અને માર્કેટિંગમાં મોટો બદલાવ કરવો પડશે.