• શનિવાર, 25 જુલાઈ, 2026

આર્ટિકલ 324ની આડમાં મનમરજી થઈ શકે ? દિલ્હી હાઈ કોર્ટનો ચૂંટણી પંચને સવાલ

SIRની કામગીરીમાં શિક્ષકોને જવાબદારી સોંપવા મુદ્દે સુનાવણી

નવી દિલ્હી, તા. 24 : દિલ્હી હાઈ કોર્ટે દિલ્હીમાં એસઆઈઆરથી સંબંધિત કામગીરી માટે શિક્ષકોને તૈનાત કરવાના મામલે ચૂંટણી પંચ ઉપર સવાલ ઉઠાવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્રકુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની પીઠે સવાલ કર્યો હતો કે, શું ચૂંટણી પંચ સંવિધાનના અનુચ્છેદ 324નો સહારો લઈને પોતાની મનમરજી કરી શકે છે ? શું અનુચ્છેદ 324ની આડમાં જે ઈચ્છો તે કરી શકો છો ?

રિપોર્ટ અનુસાર અદાલતે આગળ કહ્યું હતું કે, કોઈને ચૂંટણી પંચના વળતરમાં રસ નથી. ચૂંટણી પંચ ક્યા આધારે શિક્ષકોને એસઆઈઆરનું કામ કરવા નિર્દેશ આપી રહ્યું છે તેનો સવાલ પણ કર્યો હતો. આ સાથે કહ્યું હતું કે શું એસઆઈઆરથી શિક્ષકોની રજા બરબાદ થતી નથી કે શું તેઓને આરામની જરૂરીયાત નથી હોતી. બીજી તરફ ચૂંટણી પંચ તરફથી હાજર વકીલે તર્ક આપ્યો હતો કે દિલ્હીમાં એસઆઈઆરની કામગીરી લગભગ પુરી થવા આવી છે અને માત્ર 10-14 ટકા શિક્ષકોને જ કામગીરી સોંપવામાં આવે છે. આ શક્તિ લોક પ્રતિનિધિત્વ અધિનિયમની ધારા 13બી (2)થી મળે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Top News

સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં મેઘમહેર અમદાવાદ-દક્ષિણ ગુજરાતમાં કહેર વાપી, નવસારી, સુરતમાં જનજીવન પ્રભાવિત, અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ July 25, Sat, 2026