• સોમવાર, 27 ઑક્ટોબર, 2025

રશિયાની બે સૌથી મોટી ઓઈલ કંપની પર અમેરીકી પ્રતિબંધ

અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે નવા પ્રતિબંધોની જાહેરાત કરી : રશિયન ક્રૂડ વિના મોરચો સંભાળવા તૈયાર ભારતીય કંપનીઓ

વોશિંગ્ટન, તા.25: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્લાદિમીર પુતિન સાથેની તેમની મુલાકાત મુલતવી રાખ્યા બાદ અમેરિકાએ રશિયા સામે કડક પગલાં લીધા છેરાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્લાદિમીર પુતિન સાથેની તેમની મુલાકાત મુલતવી રાખ્યા બાદ અમેરિકાએ રશિયા સામે કડક પગલાં લીધા છે. અમેરિકાએ રશિયાની બે સૌથી મોટી તેલ કંપનીઓ પર પ્રતિબંધોની જાહેરાત કરી જેથી મોસ્કો પર તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થવા માટે દબાણ કરી શકાય. એક દિવસ પહેલા અમેરિકન રાષ્ટ્રપતિએ પુતિન સાથેની તેમની સંભવિત મુલાકાત રદ કરવાની પુષ્ટી કરતા કહ્યું કે તેઓ નિરર્થક મુલાકાત ઇચ્છતા નથી.  અમેરિકા દ્વારા રશિયાની બે મોટી કંપનીઓ ઉપર પ્રતિબંધ બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)એ કહ્યું હતું કે તેણે રશિયન તેલ નિકાસકાર કંપની રોઝનેફ્ટ અને લુકોઈલ ઉપર લાદેલા પ્રતિબંધોને ધ્યાને લઈને પોતાની રિફાઈનરી સંચાલનમાં બદલાવની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જો કે વિશેષજ્ઞોનું કહેવું છે કે વર્તમાન સમયે પ્રતિબંધોની અસર ભારતમાં ઈંઘણ ઉપભોક્તા ઉપર પડશે નહી કારણ કે સરકારી તેલ કંપનીઓ વધેલી પડતરને અમુક સમય સુધી પોતાના સ્તરે જ નિયંત્રણ કરી શકે તેમ છે.

સુત્રોના હવાલાથી એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, દેશની તેલ કંપનીઓ અમેરિકી પ્રતિબંધોના અસરનો સારી રીતે અભ્યાસ કરી રહી છે. ખાસ કરીને ચુકવણીની ચેનલો અને અન્ય જરૂરીયાતોના સંદર્ભમાં કામ થઈ રહ્યું છે. કંપનીઓ પોતાની રિફાઈનરીને 21 નવેમ્બરની કટઓફ તારીખ બાદ રશિયન ક્રુડ વિના સંચાલન કરવા માટે તૈયાર કરી રહી છે. રિલાયન્સે પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે રિલાયન્સ પોતાની રિફાઈનરી સંચાલનને લાગુ પ્રતિબંધો અને વિનિયામક જરૂરીયાત અનુરૂપ ઢાળી રહી છે. જેમાં યુરોપીય સંઘ દ્વારા આયાત ઉપર લગાડવામાં આવેલા પ્રતિબંધ અને કોઈપણ સરકારી દિશાનિર્દેશોનું પાલન સામેલ છે. વધુમાં કહેવાયું છે કે રિલાયન્સ પરિસ્થિતિઓને ધ્યાને રાખીને પોતાના આપૂર્તિકર્તાઓ સાથે સંબંધ જાળવી રાખશે.

રોઝનેફટ અને લુકોઈલ જેવી કંપનીઓ વૈશ્વિક સ્તરે 3-4 મિલિયન બેરલ પ્રતિદિવસ ક્રુડ નિકાસ કરે છે. તેવામાં આપૂર્તિ થંભવાથી વૈશ્વિક તેલ બજારમાં 3-4 ટકાની કમી આવવાની સંભાવના છે. જેનાથી કિંમત ફરીથી વધવા લાગી છે. અત્યાર સુધી વર્ષમાં ભારતના કુલ કાચા ક્રુડની આયાતમાં 34 ટકા હિસ્સો રશિયાથી આવ્યો છે. જેમાં બન્ને કંપનીનું યોગદાન 60 ટકા છે.

ઈન્ડિયન ઓઈલના વરિષ્ઠ અધિકારી અનુસાર રશિયાના વિકલ્પના રૂપમાં પશ્ચિમ એશિયા, આફ્રિકા કે અમેરિકાથી સપ્લાઈ મેળવવી સંભવ છે. જો કે બાકીના દેશ પણ આ વિકલ્પ પસંદ કરતા પ્રીમિયમ અને કિંમત બન્ને વધી શકે છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક