• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

કેરળની ખ્રિસ્તી શાળામાં વિદ્યાર્થિની હિજાબ પહેરીને આવતાં અટકાવાઈ

ભારે હોબાળા વચ્ચે મામલો હાઈ કોર્ટમાં પહોંચ્યો

તિરુવનંતપુરમ તા.14 : કેરળની એક ખ્રિસ્તી શાળામાં એક વિદ્યાર્થિનીને હિજાબ પહેરવાથી રોકવામાં આવતાં રાજકીય હોબાળો મચી ગયો છે. મામલો હાઈ કોર્ટ સુધી પહોંચતાં શાળા તંત્રની માગ બાદ સંકુલને પોલીસ સુરક્ષાનો આદેશ અપાયો છે.

બનાવ કેરળના એર્નાકુલમનો છે જયાં એક મુસ્લિમ વિદ્યાર્થિની ચર્ચ સંચાલિત સેન્ટ રીટા પબ્લિક સ્કૂલમાં હિજાબ પહેરીને પહોંચી તો પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થિનીને હિજાબ ઉતારવાનું કહેવામાં આવ્યું હતું. બનાવ સામે આવ્યા બાદ વાલીઓ સહિતનાએ શાળા ખાતે વિરોધ પ્રદર્શન યોજયુ હતુ. પેરેન્ટ્સ ટીચર એસોસિએશનના પ્રમુખ કૈથવલપ્પિલના મતે હિજાબ સંપૂર્ણપણે શાળાના ડ્રેસ કોડની વિરુદ્ધ છે. શાળાએ તમામ વાલીઓને પત્ર લખીને જણાવ્યું હતું કે બધા વિદ્યાર્થીઓએ ડ્રેસ કોડનું પાલન કરવું જોઈએ. મામલો એ હદ સુધી વધી ગયો છે કે શાળાએ 13-14 ઓક્ટોબરે બે દિવસની રજા જાહેર કરી કેરળ હાઈ કોર્ટ પહોંચતા તુરંત સુનાવણી કરાઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક