ગઢચિરૌલી, તા.14 : નક્સલવાદ સામે લડાઈમાં મોટી સફળતામાં કુખ્યાત માઓવાદી નેતા મલ્લૌજુલા વેણુગોપાલ રાવ ઉર્ફે ભૂપતિ ઉર્ફે સોનુએ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં તેના 60 સાથીઓ સાથે આત્મસમર્પણ કર્યું છે. સોનુ પર રૂ.1 કરોડનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું, તેના સરેન્ડરથી અબુઝહમાદમાં નક્સલવાદીઓ ની કમર તૂટી છે.
સીપીઆઈ-માઓવાદી પોલિટબ્યુરોના
સભ્ય મલ્લાજુલા વેણુગોપાલ રાવ ઉર્ફે સોનુએ મંગળવારે 60 માઓવાદી કાર્યકરો સાથે આત્મસમર્પણ
કર્યું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે તેણે સોમવારે મોડી રાત્રે પોલીસ સમક્ષ આત્મસમર્પણ
કર્યું હતું. શરણે આવેલાઓમાં પ્રતિબંધિત સીપીઆઈ (માઓવાદી) ની કેન્દ્રીય સમિતિના સભ્ય
અને એક વિભાગીય સમિતિના 10 સભ્યોનો સમાવેશ થાય છે. સોનુ, માઓવાદી સંગઠનનો સૌથી પ્રભાવશાળી
રણનીતિકારોમાંનો એક હતો અને તેણે મહારાષ્ટ્ર-છત્તીસગઢ સરહદ પર લાંબા સમયથી પ્લાટૂનની
દેખરેખની કામગીરી સંભાળી હતી.