બાળક મોડી રાત્રે વૃક્ષ પર ચડીને લટકી જતો હોવાનું સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે : પોલીસ
તળાજા, તા.21: તળાજા તાલુકાના
ત્રાપજથી અલંગ જતા માર્ગ પર અલંગની વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. તે પ્લોટમાં આવેલા
વૃક્ષ પર ચડીને ગતરાત્રે એક 10 વર્ષના બાળકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા અરેરાટી
ફેલાઈ છે.
ત્રાપજથી એકાદ કિલોમીટર દૂર અલંગ
રોડ પર 027 નંબરનો રમેશભાઈ લાધવાનો પ્લોટ આવેલો છે. આ પ્લોટમાં મધ્યપ્રદેશથી અહીં મજૂરી
કામે આવેલો પરિવાર રહે છે. આ પરપ્રાંતીય પરિવારના ઇન્દ્રાભાઈ મંડાઇના પુત્ર કૃષ્ણા(ઉં.10)નો
મૃતદેહ આજે સવારે પ્લોટમાં આવેલા લીમડાના વૃક્ષ પર લટકતી હાલતમાં જોવા મળતા આસપાસના
લોકો એકઠા થઇ ગયા હતા. અલંગ પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને તળાજા હોસ્પિટલ ખાતે પી.એમ.
માટે મોકલ્યો હતો.
માત્ર 10 વર્ષના બાળકે ગળાફાંસો
ખાઈ લેતા અનેક તર્ક સાથે સવાલો ઉઠયા હતા. જેને લઈ અલંગ પોલીસે જણાવ્યું હતુ કે, મૃતક બાળકના માતા વતનમા ગયા હતા. પિતા રાત્રીના
પ્લોટમાંથી અન્ય સ્થળે કામ પર ગયા હતા. બાળક કૃષ્ણ રાત્રે એકલો જ હતો. પોલીસના દાવા
મુજબ ઘટના બની છે એ અને બાજુના પ્લોટના સીસીટીવી ફૂટેજ ચેક કરતા મોડી રાત્રીના બાળક
જાતે જ વૃક્ષ પર ચડીને દોરી વડે ગળાફાંસો ખાઈ લે છે. સીસીટીવી ફૂટેજ કબજે કરી આગળની
કાર્યવાહી હાથ ધરી છે.