તાલાલા, તા.13 : તાલાલા શહેરમાં સાસણ રોડ પર આવેલી ખાંડ ફેક્ટરી પાસે વહેલી સવારે સુરતથી આંકોલવાડી ગીર જતી ખાનગી લક્ઝરી બસ અને સામેથી આવતી બોલેરો પીકઅપ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો, જેમાં બોલેરોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઘટનામાં બોલેરો ચાલક રાહુલભાઈ અરજણભાઇ ગળચર (ઉં.વ.35, રહે. તાલાલા)ને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાલાલા સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા, જ્યાં ફરજ પરના તબીબ ડો. નેન્સીબેન જેતપરિયાએ ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કર્યા હતા, જ્યારે આ સમગ્ર બનાવ અંગે તાલાલા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.