યુનોની
બેઠકમાં અમેરિકાએ લાદેનથી લઈને બગદાદી સુધીના આતંકીઓ મુદ્દે વાત કરી
નવી
દિલ્હી, તા. 12 : 9-11 હુમલાની 25મી વરસીએ સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાએ ઓસામા બિન લાદેનથી
લઈને અબૂ બકર અલ બગદાદી સુધીના આતંકીઓનો હિસાબ દુનિયાની સામે રાખ્યો હતો. ખાસ વાત એવી
હતી કે જે સમયે અમેરિકા લાદેનના ખાત્માની વાત કરી રહ્યું હતું ત્યારે પાકિસ્તાન પણ મેજ ઉપર હાજર હતું.
આ વાત
અમેરિકી પ્રતિનિધિ માઇક વોલ્ટ્ઝે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કહી હતી. આ બેઠકમાં
પાકિસ્તાન પણ હાજર હતું. પાકિસ્તાન વર્તમાન સમયે યુએનએસસીનું અસ્થાયી સભ્ય છે અને બે
વર્ષનો કાર્યકાળ ડિસેમ્બર મહિનામાં પૂરો થવાનો છે. બેઠક 9-11ની 25મી વરસીના મોકે આયોજિત
થઈ હતી. 11 સપ્ટેમ્બર, 2001ના અલ કાયદાના આતંકીઓએ ચાર વિમાન હાઇજેક કર્યા હતા. જેમાં
બે વિમાન ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વીટ ટાવર સાથે ટકરાયા હતા. જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યો
હતો.
બેઠકમાં
માઇક વોલ્ટઝે સાફ કહ્યું હતું કે તમામે મળીને લાદેનને શોધી કાઢયો હતો અને ગઠબંધને આઇએસઆઇએસના
કબજાના વિસ્તારને ખતમ કર્યો હતો. સાથે જ અલ બગદાદી અને અલ જવાહિરી પણ માર્યા ગયા છે.
વોલ્ટઝે દુનિયાના બીજા મોટા આતંકી હુમલાઓ પણ યાદ કર્યા હતા. જેમાં 2014માં પેશાવર આર્મી
સ્કૂલ હુમલો, લંડનમાં બોમ્બ વિસ્ફોટ વગેરે સામેલ હતા. બેઠકમાં આતંકવાદ મુદ્દે એક સંયુક્ત
નિવેદન જાહેર થયું હતું જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે આતંકવાદનું કોઈપણ રૂપ
હોય તેને યોગ્ય ઠેરવવું જોઈએ નહીં.