• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

પાકિસ્તાનનો વ્હાઇટવોશ : ઇંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટ 8 વિકેટે જીતી

પાકિસ્તાને ત્રીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને જીતવા માટે 130 રનનો લક્ષ્યાંક આપ્યો’તો

નવી દિલ્હી, તા.12 : ઇંગ્લેન્ડે ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં પાકિસ્તાનનો વ્હાઇટવોશ કર્યો છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં કેપ્ટન જો રૂટ અને જોર્ડન કોક્સે અણનમ અડધી સદી ફટકારી હતી.

પાકિસ્તાનની ટીમે પહેલી ઇનિંગમાં 133 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં 453 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. બીજી ઇનિંગમાં પાકિસ્તાને 449 રન બનાવ્યા અને ઇંગ્લેન્ડને જીતવા માટે 130 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ લક્ષ્યાંક ઇંગ્લેન્ડે ચોથા દિવસે માત્ર 2 વિકેટ ગુમાવીને સરળતાથી પાર કરી લીધો હતો.

આ મેચનો ટોસ પાકિસ્તાન હાર્યું હતું. પ્રથમ બાટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. બાદમાં પહેલી ઇનિંગમાં બાટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ તરફથી 5 બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. એમિલિયો ગેએ 60, હેરી બ્રૂકે 75, ડેન લોરેન્સે 65, જેમી સ્મિથે 69 અને ઓલી રોબિન્સને 50 રન બનાવ્યા હતા.

બીજી ઇનિંગમાં પણ પાકિસ્તાનની શરૂઆત નિરાશાજનક રહી હતી. અંતમાં રઝાઉલ્લાહ (81) અને મોહમ્મદ અબ્બાસ (42) ની શાનદાર બાટિંગને કારણે પાકિસ્તાનનો સ્કોર 400ને પાર પહોંચી ગયો હતો.

ઇંગ્લેન્ડને આ ટેસ્ટ જીતવા માટે 130 રનનો સરળ ટાર્ગેટ મળ્યો હતો. જોકે, ઓપાનિંગ જોડી બેન ડકેટ અને એમિલિયો ગે ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગઈ હતી. પરંતુ, ત્યારબાદ કેપ્ટન જો રૂટે જોર્ડન કોક્સ સાથે મળીને ઇંગ્લેન્ડને જીત તરફ લઈ ગયા હતા. રૂટ 62 અને કોક્સ 59 રન બનાવીને અણનમ રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક