• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

‘AIને રોકો નહિતર તબાહી આવશે...

એન્થ્રોપિકના સીઇઓની ચેતવણી, મસ્ક-ઓલ્ટમેનનું પણ સમર્થન

નવી દિલ્હી, તા. 13 એઆઇ એટલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ. ટેકની દુનિયામાં આનાથી વધુ કોઈ ચર્ચિત શબ્દ નથી. દરરોજ આપણને ક્યાંક ને ક્યાંક એઆઇ વિશે સાંભળવા મળતું હોય છે. ડિજિટલ યુગમાં એઆઇનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે અને તેને વધુ ને વધુ પાવરફુલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વચ્ચે ટેક વર્લ્ડના ત્રણ સૌથી મોટા દિગ્ગજોએ એઆઇની સ્પીડ પર બ્રેક લગાવવા પર સહમતી દર્શાવી છે. તેમનું માનવું છે કે, હવે ટેકનોલોજીને થોડી ધીમી કરવાની જરૂર છે.

એન્થ્રોપિકના સીઇઓ ડારિયો અમોડેઈએ એઆઇ કંપનીઓને ટેકનોલોજીમાં થઈ રહેલા ઝડપી ડેવલપમેન્ટ પર બ્રેક લગાવવાની અપીલ કરી છે. તેમના વલણ પર ઓપન એઆઇના સીઇઓ સેમ ઓલ્ટમેન અને ડએઆઇના પ્રખુમ એલન મસ્કે પણ હામી ભરી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અમોડેઈએ એઆઇને લઈને કહ્યું કે, જેમ-જેમ મોડેલની ક્ષમતાઓ ઝડપથી વધી રહી છે, કંપનીઓને સિક્યુરિટી મજબૂત કરવા માટે વધુ સમયની જરૂર છે.

અમોડેઈએ સુરક્ષાની તપાસ માટે મોટી એઆઇ કંપનીઓમાં કર્મચારીઓ જેવી એક્સેસ ધરાવતા ઈન્ડિપેન્ડન્ટ ઈવેલ્યુએટર્સને તહેનાત કરવાનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે તપાસ વગર થઈ રહેલા ડેવલપમેન્ટને રોકવા માટે એઆઇ કંપનીઓ વચ્ચે તાલમેલ અને ગ્લોબલ લેવલ પર આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવાની વાત કહી.

અમોડેઈએ લખ્યું કે, ‘આપણે એઆઇ મોડેલની ક્ષમતાઓને સુધારવાની સ્પીડને ધીમી કરવી પડશે. તેમ છતાં ડેવલપમેન્ટ ઝડપી દેખાશે, પરંતુ આપણને મળેલા સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.’

સેમ ઓલ્ટમેને અમોડેઈના પ્રસ્તાવને સમર્થન આપતાં કહ્યું, ‘હું ડારિયો સાથે સહમત છું કે આપણે મોરચાની રફ્તારને કંટ્રોલ કરવાની જરૂર છે. હાલના સપ્તાહોમાં ઘાયક્ષઅઈંમાં આપણી બેઠકોનો મુખ્ય મુદ્દો રહ્યો છે. ઈન્ડિપેન્ડન્ટ ઈવેલ્યુએટર્સને અંદરની એક્સેસ આપવી એક શ્રેષ્ઠ આઈડિયા છે અને આપણે પણ એવું કરીશું.’ બીજી તરફ એલન મસ્કે પણ સહમતી દર્શાવતાં લખ્યું કે, ‘ડારિયો તદ્દન સાચું કહી રહ્યા છે.’

ઇ-પેપરના નવા શુલ્ક