શાકાહારી વાનગી કેમ, 80 ટકા ભારતીય
માંસાહારી : રાહુલ; રિજ્જુ બોલ્યા :કોંગ્રેસ રાજનીતિ કરે છે
નવી દિલ્હી, તા. 13 : બ્રિક્સ
શિખર સંમેલન દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અતિથિ બનેલા વિશ્વભરના નેતાઓ માટે યોજેલાં
રાત્રિ ભોજનના મેનુ પર રાજકીય વાક્યુદ્ધ જામ્યું હતું.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ
રવિવારે એક્સ પર પોસ્ટ કરીને ભોજનમાં માત્ર શાકાહારી વાનગીઓ પીરસવા સામે સવાલ ઊઠાવ્યો
હતો.
રાહુલે કહ્યું હતું કે, ભારતમાં 80 ટકા લોકો માંસાહારી
છે અને ભારતની માંસાહારી વાનગીઓ પણ સ્વાદિષ્ટ હોય છે.
પલટવાર કરતાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ કહ્યું
હતું કે, મને વિશ્વાસ નથી થતો; કોંગ્રેસ બ્રિક્સ નેતાઓને પીરસેલાં ભોજન પર રાજનીતિ
કરે છે.
વિદેશી મહેમાનોએ ભારતીય શાકાહારી ભોજનનો આનંદ લઈને
તેની પ્રસંશા પણ કરી, તો કોંગ્રેસને શાનો વાંધો પડયો તેવું રિજ્જુએ કહ્યું હતું.
રાહુલે છોલે ભટુરેની તસવીર પોસ્ટ
કરીને લખ્યું હતું કે, ભારતની માંસાહારી વાનગીઓ પણ સ્વાદિષ્ટ છે અને મારી બહેનના છોલે
ભટુરે પણ.
ઉલ્લેખનીય છે કે, વિદેશી મહેમાનોને
મોદીએ યોજેલાં રાત્રિ ભોજનમાં પીરસાયેલાં વ્યંજનોમાં મિલેટ પુલાવ, પનીર લબાબદાર, સાથે
મોદીના ગૃહરાજ્ય ગુજરાતની ખાંડવી પણ સામેલ હતી.