• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

હોર્મુઝ ખોલવા ઈરાને અમેરિકા સામે રાખી સાત શરત

શરતો પૂરી થાય ત્યાં સુધી હોર્મુઝબંધી યથાવત્ રહેશે સૂત્રોનાં હવાલે મીડિયામાં દાવો

નવીદિલ્હી,તા.13 ઈરાને હોર્મુઝ જળમાર્ગ ફરીથી ખોલવા માટે અમેરિકા સામે સાત આકરી શરતો મૂકી દીધી છે. ઈરાની સમાચાર એજન્સી તસ્નીમે એક માહિતગાર સૂત્રને ટાંકીને પોતાનાં અહેવાલમાં દાવો કર્યો છે કે, ઈરાનના વિદેશ મંત્રાલયે અગાઉ જાહેરાત કરી હતી કે તેહરાન સોમવારે ઓમાનમાં ઈરાક અને પર્શિયન ગલ્ફના દેશો સાથે બેઠક કરશે. બેઠકમાં હોર્મુઝ જળમાર્ગમાંથી વાણિજ્યિક જહાજોની સુરક્ષિત અવરજવર માટેના માર્ગો અંગે ચર્ચા કરવામાં આવશે.

જ્યાં સુધી ઈરાનના ટોચના અધિકારીઓ દ્વારા મંજૂર કરવામાં આવેલી સાત શરતો પૂરી કરવામાં નહીં આવે, ત્યાં સુધી હોર્મુઝ જળમાર્ગ બંધ રહેશે. તસ્નીમે અગાઉ જણાવ્યું હતું કે હોર્મુઝ જળમાર્ગને લઈને ઈરાન અને ઓમાન વચ્ચે થયેલા કરારમાં જળમાર્ગને સંપૂર્ણપણે ખોલવાની કોઈ જોગવાઈ કરવામાં આવી નહોતી. કરાર હેઠળ બંને પક્ષોએ હોર્મુઝ જળમાર્ગમાં પ્રવેશ અને બહાર નીકળવાના મુખ્ય માર્ગોના સંકલન અંગે સહમતી દર્શાવી છે.

અમેરિકા અને ઈઝરાયેલે 28 ફેબ્રુઆરીએ ઈરાનમાં વિવિધ ઠેકાણાઓ પર હુમલા શરૂ કર્યા હતા, જેના જવાબમાં ઈરાને પણ હુમલા કર્યા હતા. જૂનના મધ્યમાં ઈરાન અને અમેરિકાએ દુશ્મનાવટ સમાપ્ત કરવા માટે એક સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ ત્યારબાદ બંને પક્ષો વચ્ચે ફરીથી હુમલા થયા હતા. હાલમાં પણ ઘર્ષણનો કોઈ ઉકેલ આવ્યો નથી.

તનાવ વધવાના કારણે હોર્મુઝ જળમાર્ગમાંથી જહાજોની અવરજવર લગભગ સંપૂર્ણપણે અટકી ગઈ છે. જળમાર્ગ વૈશ્વિક બજારમાં તેલ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (એલએનજી)ના પુરવઠા માટેનો મુખ્ય માર્ગ છે. તેના પરિણામે વિશ્વના મોટાભાગના દેશોમાં ઈંધણના ભાવમાં વધારો થયો છે

ઇ-પેપરના નવા શુલ્ક