• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

બ્રિક્સનો અવાજ બુલંદ ; હવે નક્કર પરિણામની આશા

ભારતમાં બે દિવસીય સમિટના સમાપને વડાપ્રધાન મોદીનું પ્રવચન ક્રિટિકલ મિનરલ્સના શત્રીકરણ સામે ચેતવણી આપી

નવી દિલ્હી, તા. 13 બ્રિક્સમાં ભારતના તો ગ્લોબલ સાઉથમાં બ્રિક્સના અવાજને બુંલંદ બનાવતી 18મી બ્રિક્સ સમિટના સમાપને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેકનોલોજી અને ક્રિટીકલ મિનરલ્સના શત્રીકરણ સામે ચેતવણી આપી હતી અને જણાવ્યું હતું કે વિશ્વએ હવે બ્રિક્સ દેશો સમક્ષ વચનો નહીં પણ નક્કર પરિણામોની મીટ પણ માંડી છે.

દિલ્હીમાં યોજાયેલી બે દિવસની સમિટના અંતે વડાપ્રધાને કહ્યું હતું કે, બ્રિક્સમાં ગ્લોબલ સાઉથનો અવાજ સંભળાય છે અને તેમનું મૂલ્ય વધ્યું છે એટલે બ્રિક્સ પ્રત્યે તેનો ભરોસો પણ મજબૂત બનશે. નવી દિલ્હી ઘોષણાપત્ર સહિયારા વિઝનને નવી દિશા આપશે, બ્રિક્સ માત્ર દેશોનો સમૂહ નહીં પણ સમાધાનની ઈકોસિસ્ટમ પણ છે.

મોદીએ બ્રિક્સના આગામી યજમાન તરીકે ચીનને અભિનંદન આપ્યા હતા. ક્રિટિકલ મિનરલ્સની નિકાસ પર નિયંત્રણોની ચીનની નીતિ હી છે ત્યારે તેના શત્રીકરણ અંગે મોદીની ટિપ્પણી મહત્વપૂર્ણ મનાય છે.

બ્રિક્સ શિખર સંમેલનના સફળ સમાપનની ઘોષણા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ચેતવણી આપી હતી કે, ટેકનોલોજી તેમજ મહત્ત્વપૂર્ણ, દુર્લભ ખનિજોનો હથિયારની જેમ ઉપયોગ કરવો અયોગ્ય છે. આવા કૃત્યથી કોઈ એકલદોકલ દેશ નહીં  પરતું આખી દુનિયાના વિકાસ તેમજ પ્રગતિ પર અસર પડે છે, તેવી લાલબત્તી રશિયા, ચીન, ઈરાન સહિત દેશોના વડાઓની ઉપસ્થિતિ વચ્ચે વડાપ્રધાને ધરી હતી.

બ્રિક્સ શિખર સંમેલન સમાપન સમારોહની શરૂઆતમાં ભારત મંડપમ્માં બ્રિક્સના સભ્ય દેશોના નેતાઓની સમૂહ તસવીર માટે વિશેષ ફોટો સેસન કરાયું હતું.

સમૂહ તસવીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિંનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુંતિનની વચ્ચે ઊભેલા જોવા મળ્યા હતા.

મોદીએ બ્રિક્સ દેશોને પરસ્પર સહયોગ વધારવા અને પુરવઠા સાંકળ (સપ્લાય ચેન) મજબૂત કરવાની ભારપૂર્વક અપીલ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક