• સોમવાર, 27 ઑક્ટોબર, 2025

પોરબંદર : ખાડીમાં ડૂબી જતા બે માછીમારોનાં મૃત્યુ

પોરબંદર, તા.25: પોરબંદરના જુના બંદર વિસ્તારમાં સૂરતલભાઈ કોટીયાના પીલાણામાં કામ કરતા 61 વર્ષીય કરશનભાઈ પીઠાભાઈ ભીલ બંદરના ખાડી વિસ્તારમાં પડી જતા મૃત્યુ પામ્યા હતા. માછીમારોએ તેની શોધખોળ કરી ખાડીમાંથી તેનો મૃતદેહ બહાર કાઢીને પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ મટે લાવવામાં આવ્યો હતો.

બીજા બનાવમાં ઉમર ગામના માછીવાડના ટેંભી ખાતે રહેતી અજય પાંડુરંગ માછીએ પોરબંદરના નવીબંદર મરીન પોલીસ મથકમાં એવું જાહેર કર્યું છે કે, પ્રભાસપાટણના વાડી વિસ્તારમાં રહેતા 42 વર્ષીય હુસેન દાદાભાઈ કાલવાણીયા ‘ગજાનંદ’ નામની ફિશીંગબોટમાં માચ્છીમારી માટે ગયા હતા. તા.16-10ના વેરાવળ બંદરથી 25 નોટીકલ માઈલ દૂર હતા ત્યારે ફિશીંગ દરમિયાન બોટના પાછળના ભાગે ઉભા હતા ત્યારે અકસ્માતે દરિયાના પાણીમાં ડૂબી ગયા હતા. જે બાદ હુસેનભાઈનો મૃતદેહ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક