• રવિવાર, 13 ઑક્ટોબર, 2024

જેતપુરમાં પરિણીત પ્રેમી માટે ઘરમાં હાથફેરો કરનાર પુત્રી-પ્રેમી સહિત ત્રણ ઝડપાયા

-જૂનાગઢમાં રહેતા પ્રેમીને નાણાંની જરૂરિયાત હોઈ ચોરી કર્યાનું ખૂલ્યું

-પ્રેમિકા પાસે ચોરી કરાવી ચોરીનો  મુદ્દામાલ - પત્ની-બીજી પ્રેમિકાને આપ્યો’તો

 

જેતપુર, તા.18 : નકલંક આશ્રમ રોડ પર કેશરીનંદન સોસાયટીમાં રહેતા રમેશગીરી ગૌસ્વામી તથા પરિવારજનો ગત તા.રનાં મકાન બંધ કરી જૂનાગઢ પ્રસંગમાં ગયા હતા અને પુત્રી પૂનમ મકાન બંધ કરી ચાવી બહાર બૂટચપ્પલના સ્ટેન્ડમાં રાખી કામે ગઈ હતી ત્યારે તસ્કરો ખાબક્યા હતા અને કબાટમાંથી સોનાના સેટ, ચેઇન, પેન્ડલ, બિસ્કિટ, ચાંદીના દાગીના મળી કુલ રૂ.1.77 લાખની મતાનો હાથફેરો કરી ફરાર થઈ ગયાની રમેશભાઈ ગૌસ્વામીએ ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાન  આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી અને શંકાના દાયરામાં રહેલી રમેશભાઈની પુત્રી પૂનમની આકરી પૂછતાછ કરતા ચોરીનો ભેદ ઉકેલાયો હતો અને જૂનાગઢ રહેતા પરિણીત પ્રેમી હિમાલય ઉર્ફે મલય ગૌસ્વામીને નાણાંની જરૂરિયાત હોય ઘરમાંથી દાગીના ચોરી કરી આપ્યા હતા. આથી પોલીસે જૂનાગઢના હિમાલય ઉર્ફે મલયને ઝડપી લઈ પૂછતાછ કરતા દસ તોલા સોનાના દાગીના જૂનાગઢમાં વેપારી જિજ્ઞેશ પાલાને વેચી દીધાનું અને બાકીના તેની બીજી પ્રેમિકા  ફાલ્ગુનીને આપ્યાની કબૂલાત આપી હતી.

પોલીસે પૂનમ તેમજ હિમાલય ઉર્ફે મલય ગૌસ્વામી અને વેપારી જિજ્ઞેશ પાલાને ઝડપી લઈ રૂ. ર.પ7 લાખનો મુદ્દામાલ કબજે કર્યે હતો. પોલીસની વધુ તપાસમાં પ્રેમી હિમાલયે તેની પ્રેમિકા પૂનમ પાસે ચોરી કરાવી બીજી પ્રેમિકા અને પત્નીને દાગીના આપ્યા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી

ઇ-પેપરના નવા શુલ્ક