• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

અશ માટે ભારત UPI જેવું પ્લેટફોર્મ બનાવશે

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનું એલાન: AIનાં દુરુપયોગ સામે લાલબત્તી ધરી

નવીદિલ્હી,તા.17: ભારત એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, આગામી બે વર્ષ ભારતનાં એઆઈ અને ડીપ-ટેક ક્ષેત્રમાં 200 અબજ ડોલરથી વધુ રોકાણ આવવાની આશા છે. સરકાર એઆઈનું યુપીઆઈ નામે એક ભરોસાપાત્ર પ્લેટફોર્મ વિકસિત કરશે અને તેનાં ઉપર કંપનીઓ અને ડેવલપર્સ એઆઈનાં સમાધાનો બનાવી શકશે. પાંચ દિવસીય એઆઈ ઈમ્પેક્ સમિટમાં આઈટી મંત્રીએ આગળ પડકારો વિશે વાત કરતાં કહ્યું હતું કે, અહીં ચર્ચા થઈ રહી છે કે, મીડિયામાં એઆઈનાં દુરુપયોગથી કેવી રીતે બચી શકાય. ડીપફેક, સિંથેટિક કંટેન્ટ લોકતંત્ર, રચનાત્મકતા અને વિશ્વસનીયતા સામે એક મોટો ખતરો પણ છે.

સમિટમાં એઆઈનાં યુપીઆઈનું એલાન કરતાં વૈષ્ણવે કહ્યું હતું કે, ટેકનિકલ સમાધાનો માટે આ એક ભરોસાપાત્ર મંચ હશે. જેમાં યુપીઆઈ જેવી ઓપન પ્લેટફોર્મ વ્યવસ્થા હશે અને તેનાં ઉપર ડેવલપર્સ અને કંપનીઓ વિભિન્ન એઆઈ સમાધાનો તૈયાર કરી શકશે.

વૈષ્ણવે જો કે આગળ એવું પણ કહ્યું હતું કે, સુરક્ષા વગર જ જો ધડાધડ સંશોધનો થતાં ગયા તો તે અનિયંત્રિત થઈ જશે. આ સ્થિતિમાં સરકારોએ એઆઈથી બનેલી સામગ્રી માટે પણ નિયમ અને પ્રમાણિત કરવાની પ્રક્રિયા નિર્ધારિત કરવી જોઈએ. આ સાથે જ માનવી સર્જનાત્મકતા અને મૂળ કાર્યનું મહત્વન પણ ટકાવી રાખવાની આવશ્યકતા છે.

મોશન પિક્ચર્સ એસોસિએશનનાં ચેરમેન અને સીઈઓ સાર્લ્સરિવકિન સાથે વાતચીતમાં વૈષ્ણવે કહ્યું હતું કે, મીડિયા અને મનોરંજન ઉદ્યોગમાં લોકોએ એઆઈનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ખોટી સૂચના અને અફવાઓનો મોટો ખતરો રહેલો છે. આ ઉપરાંત ડીપફેક તો સમાજનાં આધાર ઉપર જ આક્રમણ કરે છે. સરકારોની જવાબદારી બને છે કે, તે સરકારી જ નહીં બલ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનાં પણ દુરુપયોગ ઉપર રોક લગાવે. અભિવ્યક્તિની આઝાદી વિશ્વાસનાં પાયા ઉપર જ ટકેલી છે.તેમણે આગળ કહ્યુંહ તું કે, ઓરેન્જ ઈકોનોમીનાં વિસ્તાર માટે ભારત ટૂંકસમયમાં ક્છિરએટ ઈન ઈન્ડિયા અભિયાન પણ શરૂ કરશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

સુરતમાં યુવકને રેલવેમાં નોકરી અપાવવા નામે 47 લાખ પડાવનાર બે ઝડપાયા આરોપીઓએ મહિલા સહિત ત્રણ પાસેથી પણ લાખો રૂપિયા પડાવ્યા હોવાનુ સામે આવ્યુ February 18, Wed, 2026