બંગલાદેશ નેશનલ પાર્ટીના ચીફ તારિક રહેમાને મંગળવારે બંગલાદેશના નવા વડાપ્રધાનનાં રૂપમાં શપથ ગ્રહણ કર્યા હતા. તારિક રહેમાનની સરકારમાં 25 કેબિનેટ મંત્રી અને 24 રાજ્ય મંત્રી સામેલ થશે. જેમાં એક હિન્દુ મંત્રી પણ સામેલ છે. પક્ષે 300 સભ્યની સંસદમાં 151થી વધારે સીટ જીતી છે જ્યારે બીએનપીનાં નેતૃત્વનાં ગઠબંધનને 212 સીટ મળી છે. બંગલાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને ઢાકામાં સંસદ ભવનના સાઉથ પ્લાઝામાં રહેમાનને પદના શપથ અપાવ્યા હતા. આ સમારોહમાં ભારત તરફથી લોકસભા સ્પીકર ઓમ બિરલા સામેલ થયા હતા. તારિક રહેમાન પાંચ વર્ષ માટે બંગલાદેશના વડા પ્રધાન રહેશે. જેઓ પૂર્વ પીએમ ખાલિદા જીયા અને પૂર્વ રાષ્ટ્રપતિ જિયાઉર રહેમાનના પુત્ર છે. તેઓ 35 વર્ષમાં બંગલાદેશના પહેલા પુરુષ વડાપ્રધાન પણ છે.