• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાંથી આઉટ : ઝિમ્બાબ્વે સુપર-8 રાઉન્ડમાં

આયરલેન્ડ-ઝિમ્બાબ્વે વચ્ચેનો ગ્રુપ Bનો નિર્ણાયક મેચ વરસાદમાં ધોવાયો

પલ્લેકલે તા.16: ઝિમ્બાબ્વે અને આયરલેન્ડ વચ્ચેનો નિર્ણાયક મેચ વરસાદમાં ધોવાય ગયો હતો. આથી 2021ની ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા ટી-20 વર્લ્ડ કપ-2026માંથી બહાર થઇ ગઇ છે. બીજી તરફ ગત વર્લ્ડ કપમાં કવોલીફાય ન થનાર ઝિમ્બાબ્વે ટીમ આ વખતે સુપર-8 રાઉન્ડમાં પહોંચી છે. ઓસ્ટ્રેલિયાની સાથોસાથ આયરલેન્ડ ટીમ પણ વર્લ્ડ કપમાંથી આઉટ થઇ છે. ગ્રુપ બીમાંથી શ્રીલંકા અને ઝિમ્બાબ્વેનો સુપર-8 રાઉન્ડમાં પ્રવેશ થયો છે.

આજનો મેચ વરસાદને લીધે એક પણ દડો ફેંકાયા વિના રદ જાહેર કરાયો હતો. આથી ઝિમ્બાબ્વે અને આયરલેન્ડ ટીમને 1-1 પોઇન્ટ મળ્યા હતા. આથી ઝિમ્બાબ્વે ટીમ 3 મેચમાં પ અંક સાથે સુપર-8માં પહોંચી છે. ઓસ્ટ્રેલિયાના 3 મેચમાં ફકત 2 અંક જ છે. આથી તેના માટે હવે સુપર-8 રાઉન્ડના દ્વાર બંધ થઇ ગયા છે. અંતિમ ગ્રુપ મેચમાં ઓમાન સામેની જીતથી પણ તેના અંકનો સરવાળો 4 પર અટકી જશે. ઓમાન ટીમ પહેલેથી જ બહાર થઇ ચૂકી છે.

ઓસ્ટ્રેલિયાને સોમવારના મેચમાં શ્રીલંકા સામેની હાર ભારે પડી છે. જયારે ઝિમ્બાબ્વે સામે તે ઉલટફેરનો શિકાર બની હતી.ા]

સુપર-8 રાઉન્ડમાં ભારતની ટક્કર

22 ફેબ્રુઆરી       વિ. દ. આફ્રિકા     અમદાવાદ

26 ફેબ્રુઆરી       વિ. ઝિમ્બાબ્વે      ચેન્નાઇ

1 માર્ચ   વિ. વેસ્ટ ઇન્ડિઝ   કોલકતા

ગ્રુપ B

ટીમ            મેચ  જીત      હાર      પોઇન્ટ   રનરેટ

શ્રીલંકા   3          3          0          6          +2.462

ઝિમ્બાબ્વે           3          2          0          પ          +1.984

આયરલેન્ડ           4          1          2          3          +0.150

ઓસ્ટ્રેલિયા          3          1          2          2          +0.414

ઓમાન  3          0          3          0          -4.546

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

સુરતમાં યુવકને રેલવેમાં નોકરી અપાવવા નામે 47 લાખ પડાવનાર બે ઝડપાયા આરોપીઓએ મહિલા સહિત ત્રણ પાસેથી પણ લાખો રૂપિયા પડાવ્યા હોવાનુ સામે આવ્યુ February 18, Wed, 2026