• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

સ્મૃતિ મંધાના BBC તરફથી ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર જાહેર

નવી દિલ્હી, તા.17: ભારતની વિશ્વ કપ વિજેતા મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાને તેના શાનદાર પ્રદર્શનનું ઇનામ મળ્યું છે. બીબીસીએ સ્મૃતિ મંધાનાની ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર-202પ તરીકે પસંદ કરી છે. 29 વર્ષીય સ્મૃતિ મંધાનાએ વન ડે વર્લ્ડ કપમાં 434 રન કર્યાં હતા. તેના યોગદાનથી ભારતીય મહિલા ટીમ વિશ્વ વિજેતા બની હતી. વર્ષ 202પમાં સ્મૃતિએ ટી-20 અને વન ડે ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. બીબીસીના આ પ્રતિષ્ઠિત એવોર્ડની રેસમાં ભારતીય ટીમની કપ્તાન હરમનપ્રિત કૌર, ચેસ વિશ્વ વિજેતા દિવ્યા દેશમુખ, શૂટર સુરૂચિ સિંહ અને હર્ડલર જ્યોતિ યારાજી સામેલ હતી. 20 વર્ષીય દિવ્યા દેશમુખની બીબીસી દ્રારા વર્ષ 202પની ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદગી થઇ છે. પ્રીતિ પાલને 202પના વર્લ્ડ પેરા એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ જીતવા માટે પેરા સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર ઓવર્ડ મળશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

સુરતમાં યુવકને રેલવેમાં નોકરી અપાવવા નામે 47 લાખ પડાવનાર બે ઝડપાયા આરોપીઓએ મહિલા સહિત ત્રણ પાસેથી પણ લાખો રૂપિયા પડાવ્યા હોવાનુ સામે આવ્યુ February 18, Wed, 2026