સુરત, તા. 17 : સુરતમાં રેલવેમાં લોકો પાયલોટ હોવાની ખોટી ઓળખ આપી યુવકને રેલવેમાં નોકરી અપાવવાના બહાને રૂ.47.36 લાખ પડાવી લઇ રેલ્વેનો ખોટો ઓર્ડર બનાવી આપી છેતરાપિંડી કરતા આરોપીઓને અમરોલી પોલીસે ફરિયાદના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રો
પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી વિસ્તારમાં આવેલા માધવ વિલામાં રહેતો વિરાજ જગદિશભાઇ
ચોટલિયા(ઉં.23)ને વિવેક કુમાર પ્રફુલ્લભાઇ ચૌહાણ(રહે-શાપુર, જી-જૂનાગઢ) નામના શખ્સે
રેલ્વેમાં લોકો પાયલોટ હોવાની ખોટી ઓળખ આપી વિરાજને રેલવેમાં નોકરી અપાવવાના બહાને
તેની પાસેથી ટુકડે ટુકડે કુલ રૂ.47,36,000 પડાવી લઇ વિરાજના નામનો નામનો ખોટો રેલવેનો
ઓર્ડર બનાવી તેની સાથે છેતરાપિંડી કરતા આકહરે વિરાજ ચોટલિયા અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ
કરતા પોલીસે આરોપીને ઝડપી પડવાની તજવીજ હાથ ધરી હતી. અમરોલી પોલીસ મથકના એ.એસ.આઇ રુમિતભાઇ
નરશીભાઇ તથા અ.હે.કો રવિરાજાસિંહ હરાસિંહએ ટેકનીકલવર્ક આઉટ કરી આ ગુનામા સંડોવાયજા
આરોપીઓ વિવેક પ્રફુલ્લભાઇ ચૌહાણ (ઉં.32, રહે.ખારા કુવા પાસે, સહજાનંદ સોસાયટી, શાપુર
(સોરઠ) તા. વંથલી જી. જૂનાગઢ) અને રવિ કિશોરભાઇ ચોટલીયા (ઉં.30, રહે. કુંભનાથપરા, કુંભનાથ
મહાદેવ મંદિર પાસે,કાલાવાડ તા.કાલાવાડ જી.જામનગર) ને અમરેલી ખાતેથી ઝડપી લાવી કાયદેસરની
કાર્યવાહી હાથ ધરી છે.