શમીના શાનદાર દેખાવ છતાં બંગાળ સામે જમ્મુ-કાશ્મીર ટીમને જીતની તક
બીજા
સેમિમાં કર્ણાટક સામે ઉત્તરાખંડ ફોલોઓન ભણી
લખનઉ/કલ્યાણી
તા.17: ભારતીય ટીમની બહાર ચાલી રહેલ અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીએ રણજી ટ્રોફી સેમિ
ફાઇનલમાં કાતિલ બોલિંગ કરીને 8 વિકેટ ઝડપી ફરી એકવાર પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું
છે. જો કે શમીના શાનદાર દેખાવ છતાં બંગાળ સામે હરીફ ટીમ જમ્મુ-કાશ્મીર ટીમ વિજય ભણી
છે.
બંગાળના
પહેલા દાવમાં 328 રન થયા હતા. આ પછી આજે જમ્મુ-કાશ્મીર ટીમ 302 રને ઓલઆઉટ થઇ હતી. જેમાં
કપ્તાન પારસ ડોગરાના પ8 અને અબ્દુલ સમદના 82 રન હતા. બંગાળ તરફથી શમીએ 22.1 ઓવરમાં
90 રનમાં 8 વિકેટ ઝડપી હતી. બીજા દાવમાં બંગાળ ટીમનો ધબડકો થયો હતો અને 99 રનમાં ઓલઆઉટ
થઇ ગઇ હતી. આથી જમ્મૂ-કાશ્મીર ટીમને 126 રનનું વિજય લક્ષ્ય મળ્યું હતું. ત્રીજા દિવસની
રમતના અંતે તેના 2 વિકેટે 43 રન થયા હતા. જીતથી જેએન્ડકે ટીમ 83 રન દૂર છે. બીજા સેમિ
ફાઇનલમાં કર્ણાટક ટીમનો પહેલો દાવ 194.4 ઓવર પછી 736 રને સમાપ્ત થયો હતો. જવાબમાં ઉત્તરાખંડના
પ વિકેટે 149 રન થયા હતા. તે હજુ પ87 રન પાછળ છે.