• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

ચોરવાડની મહિલાને રોકાણમાં વધુ વળતરની  લાલચ આપી 10.45 લાખની ઠગાઈ

ચાર શખસે ખોટા નામ ધારણ કરી આચરી છેતરપીંડી

જૂનાગઢ, તા. 19: (ફૂલછાબ ન્યુઝ) માળિયા હાટીનાના ચોરવાડની મહિલાને બહુનામધારી શખસોએ શેર માર્કેટમાં રોકાણ કરી ઉંચા વળતરની લાલચમાં ફસાવી બેંક ખાતાઓમાંથી તથા આંગડીયા મારફતે રૂપિયા 10.45 લાખ પડાવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ અંગેની જાણવા મળતી વિગત પ્રમાણે, ચોરવાડના સરકારી દવાખાના પાછળ રહેતી સંગીતાબેન ભરતભાઈ ડાભી (ઉં. 43) નામની મહિલાને વિકાસ પટેલના નામે ચેલાજી ઠાકોર, રમેશભાઈના નામે અજીત ઠાકોર, અજય ઠાકોર અને અર્જુનસિંહ ચૌહાણએ ફોન ઉપર વાતો કરીને વિશ્વાસમાં લઈને શેર બજારમાં રોકાણ કરીને ઉંચા વળતરની લાલચ આપી હતી.

આ શખસોના વિશ્વાસમાં આવી મહિલાએ પોતાના બેંક ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તથા આંગડિયા દ્વારા રૂપિયા 10.45 લાખ ચુકવ્યા હતા પણ આ નાણાનું રોકાણ કરવાના બદલે તમામ શખસોએ અંગત ઉપયોગમાં લઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા સીપીઆઈ પી.એસ.આઈ. મંઘરાએ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક