• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

યશરાજાસિંહે પત્નીને મારી નાખવાના ઇરાદે ગોળી મારી : હત્યાનો ગુનો નોંધાયો

આકસ્મિક રીતે ફાયારિંગ શક્ય ન હોવાનો તપાસમાં ઘટસ્ફોટ, ફોરેન્સિક રિપોર્ટ બાદ ખુદ અઈઙ બન્યા ફરિયાદી 

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ, તા. 24 : બે દિવસ પહેલાં શહેરના વસ્રાપુર વિસ્તારમાં કોંગ્રેસ સાંસદ શક્તાસિંહ ગોહીલના ભત્રીજા યશરાજાસિંહ અને તેની પત્નીના ફાયરિંગમાં થયેલાં મૃત્યુ મામલે ફોરેન્સિક પીએમ અને બનાવની પ્રાથમિક તપાસ બાદ નવો વળાંક આવ્યો છે. જેમાં એવુ બહાર આવ્યું છે કે આ રિવોલ્વર આકસ્મિક રીતે ચાલે અને ફાયારિંગ થાય એઁવું શક્ય નથી, કારણ કે રિવોલ્વરના ટ્રિગર ઉપર ચોક્કસ રીતે બળ વાપર્યા વિના દબાવી શકાય નહીં, જેથી યશરાજાસિંહે જ પત્ની રાજેશ્વરીને જાનથી મારી નાખવાના ઇરાદે રિવોલ્વરથી માથામાં ગોળી મારી હત્યા કરી છે. અત્યાર સુધી જે ઘટનાને આકસ્મિક ફાયારિંગ કે રહસ્યમય મૃત્યુ માનવામાં આવતું હતું, પરંતુ ફોરેન્સિક રિપોર્ટમાંથી તથ્ય બહાર આવતા અને કેસની ગંભીરતાને જોતા એ ડિવિઝન એસીપી જયેશ બ્રહ્મભટ્ટ પોતે ફરિયાદની બન્યા છે અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મૃતક પતિ યશ ગોહિલ વિરુદ્ધ તેની પત્ની રાજેશ્વરીની હત્યાની ફરિયાદ નોંધી છે.  વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મૃતક યશકુમારાસિંહ ઉર્ફે દુર્ગેશાસિંહ ગોહિલ (ઉં.વ. 35) વિરુદ્ધ તેની પત્ની રાજેશ્વરીબા (ઉં.વ. 30)ની હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બન્ને મૃતકોના શબનું ફોરેન્સિક પીએમ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. ડૉક્ટરો દ્વારા અપાયેલા ડેથ સ્લિપ મુજબ, મોતનું કારણ "Cause of death is died due to shock and hemorrhage as a result of head injury caused by discharge of firearm" (હથિયારમાંથી ગોળી છૂટવાને કારણે માથામાં થયેલી ઈજાથી આંચકો અને રક્તસ્રાવ થવાથી મૃત્યુ) નોંધવામાં આવ્યું છે.  

નોંધનીય છે કે બે દિવસ પહેલા બનેલી ઘટનામાં પત્નીની હત્યા કર્યા બાદ યશરાજસિંહે 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. જ્યારે 108ના કર્મચારીઓએ રાજેશ્વરીબાને મૃત જાહેર કર્યા હતા ત્યારે ગભરાઈ ગયેલા અથવા પશ્ચાતાપમાં આવેલા યશરાજસિંહ તે જ રિવોલ્વરથી પોતાના માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, યશરાજે પત્ની રાજેશ્વરીની હત્યા કર્યા બાદ ગભરાટમાં અથવા પૂર્વે નિર્ધારિત પ્લાન મુજબ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. પત્નીને માથાના ભાગે નજીકથી ગોળી વાગી હોવાથી તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. વસ્ત્રાપુર પોલીસ હવે હત્યા પાછળનાં કારણોની તપાસ કરી રહી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક