• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

ભારત જ નહીં, 40થી વધારે દેશમાં થશે જઈંછ

ચૂંટણી પંચના ‘િદલ્હી ડિક્લેરેશન’ ઉપર બની સહમતી : દિલ્હીમાં યોજાયેલાં આંતરરાષ્ટ્રીય સંમેલનમાં 42 દેશના ચૂંટણી પંચના અધિકારીઓ સામેલ થયા

 

નવી દિલ્હી, તા. 24 : એસઆઇઆરની કામગીરી હવે માત્ર ભારત સુધી જ સીમિત નહીં રહે પણ મોટાભાગના લોકતાંત્રિક દેશોના ચૂંટણી એકમો દ્વારા મતદાર યાદીનાં શુદ્ધિકરણ માટે એસઆઇઆર જેવી પ્રક્રિયા અપનાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ‘લોકતંત્ર અને ચૂંટણી પ્રબંધન’ ઉપર આયોજિત ત્રણ દિવસનાં આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા 42 દેશના ચૂંટણી પંચ અને 24 દેશના મિશન પ્રમુખે સર્વસહમતીથી પોતાને ત્યાં પણ મતદાર યાદીના શુદ્ધિકરણ માટે પોતપોતાની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી.

લોકતંત્ર અને ચૂંટણી પ્રબંધન ઉપર ભારતના આંતરરાષ્ટ્રીય સંમેલનના અંતિમ દિવસે વિભિન્ન દેશોના ચૂંટણી એકમોએ શુદ્ધ મતદાર યાદી બનાવવા અને દરેક મતદાતાને ફોટો ઓળખ પત્ર આપવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો હતો. સંમેલનના સમાપન પત્રમાં ‘િદલ્હી ઘોષણા પત્ર 2026’ને વાંચતા ભારતના મુખ્ય ચૂંટણી કમિશન જ્ઞાનેશ કુમારે કહ્યું હતું કે, સંમેલનમાં સામેલ તમામ ચૂંટણી એકમોએ ઘોષણા પત્રના પાંચ સ્તંભ ઉપર એકસાથે મળીને કામ કરવાનો સંકલ્પ લીધો છે. જે મતદાર યાદીની શુદ્ધતા, ચૂંટણી સંચાલન, અનુસંધાન અને પ્રકાશન, ટેક્નોલોજીના ઉપયોગ અને પ્રશિક્ષણ તેમજ ક્ષમતા નિર્માણથી સંબંધિત છે. આ ઉપરાંત પ્રગતિના સમયે સમીક્ષા કરવા સંકલ્પ લઈને 3, 4, 5 ડિસેમ્બર, 2026માં નવી દિલ્હીમાં ફરી એક વખત મળવાનો પ્રસ્તાવ આપ્યો હતો. જેનો તમામ દેશે સ્વીકાર કર્યો છે.

સમાપન પત્રમાં જ્ઞાનેશ કુમારે કહ્યું હતું કે, કાયદા અનુસાર તમામ મતદાતાઓનાં નામની શુદ્ધ મતદાર યાદી કોઈપણ લોકતંત્રનો પાયો છે. ચૂંટણી એકમોએ ચૂંટણીને સરળ અને પારદર્શક બનાવવા માટે તમામ મતદાતાઓને ફોટો ઓળખ કાર્ડ પ્રદાન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, આ સંમેલનમાં 42 દેશનાં ચૂંટણી પ્રબંધન એકમોના પ્રતિનિધિ અને 24 દેશના મિશન પ્રમુખો સહિત કુલ 1000 લોકોએ ભાગ લીધો હતો

ઇ-પેપરના નવા શુલ્ક